________________
એક કરતાં વધુ ચેતવણીઓ
૨૮૫ “હું બહાર જાઉં છું,” એ શબ્દો એડિથ એવો ઘાંટો પાડીને ફરીથી બેલી કે, વિધસેં બારણા પાસે જઈ પેલા નોકરને પણ એવા જ જેરથી સંભળાવ્યું કે, “મિસિસ ડોમ્બી બહાર જાય છે, ચાલતો થા.” અને તરત તેના મોં ઉપર બારણું બંધ કરી દીધું.
પણ થોડી વાર બાદ પેલો નેકર પાછો આવ્યો અને વિવર્સના કાનમાં કશોક સંદેશો બેલી ગ. વિધર્સની હિમત ચાલતી ન હતી, છતાં તેણે એડિથ પાસે જઈને કહ્યું, “મેડમ, મિ. કાર્કર આપને નિવેદન કરવા રજા લે છે કે, ધંધાકીય અગત્યનું કામ હોઈ એક મિનિટ પૂરતાં આપ તેમને મળશે તે આભાર થશે.”
મિસિસ ક્યૂટને હવે મિ. કાર્કરને આવવા દેવા એડિથને આગ્રહ કર્યો. એડિથે કહ્યું, “વિધર્સ, તેમને આ ઓરડામાં જ લઈ આવ.” વિધર્સ ગયો એટલે એડિથે માને કહ્યું, “તમારા આગ્રહથી તેને તેડાવો છો, તો અહીં તમારા ઓરડામાં જ ભલે આવે.”
દરમ્યાન ફૉરન્સ એડિથના કહેવાથી એ ઓરડામાંથી ચાલી ગઈ.
કારે અંદર આવીને પોતાની બત્રીસી બતાવતાં કહ્યું, “મેં અત્યારે જ મુલાકાત માટે આગ્રહ રાખ્યો તે બદલ ક્ષમા આપશો; અને મેં ધંધાને લગતું કામ છે એમ જણાવ્યું હતું, કારણ કે...”
હા, હા, તમને મિ. ડોમ્બીએ કંઈક ઠપકાને સંદેશ લઈને , મોકલ્યા છે. તમે મિડ ડેબીના અંગત વિશ્વાસુ માણસ છે, એટલે તમને / ધંધાકીય અગત્યને કામે મારી પાસે મોકલ્યા હશે, તો મને નવાઈ નથી લાગવાની.”
મિ. ડેબીના નામ ઉપર પ્રભાવ પાથરનારાં બાન માટે હું કશો જ સંદેશો લઈને આવતો નથી. હું તો ગઈ કાલે આપ દંપતી વચ્ચે નાનીથી મતભેદની વાત હતી, તેમાં મારે પરાણે હાજરી પુરાવવી પડી, તે બદલ ક્ષમા માગવા આવ્યો છું. અનિચ્છાએ મારે એ દરમ્યાન જે ભાગ લેવો પડશે, તેનું મને ભારેભાર દુઃખ વસી ગયું છે. અને.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org