________________
૪૪ર
ડી એન્ડ સન હા, હા; બહુ અમૂલ્ય પવિત્ર બેજે; ઘણી વાર મને પણ એ વિચાર આવે છે!”
“તમે તો હસે છે, વેટર; હું તો કિમતની દષ્ટિએ બેજાની વાત કરું છું. જુઓને, સુસાન અને હું કેટકેટલી તૈયારીઓ કરી રહ્યાં છીએ ? મારે માટે તો તેય બહુ ઓછું જ ખરીદી શકી છું. તમે પહેલાં જ ગરીબ હતા, હવે હું તમને કેટલા બધા વધુ ગરીબ બનાવી
મૂકીશ ?”
“અને કેટલો બધો તવંગર ? મારા જેવી અમૂલ્ય સમૃદ્ધિ કાને સાંપડવાની છે ?”
“ફરન્સ હસી પડી; અને ડોકું ધુણાવવા લાગી.
“પણ વેટર, એમ ન માનતા કે તમારા ઉપર બેજારૂપ થવાનો મને જરાય ખેદ થાય છે. મને ઊલટો આનંદ થાય છે. તમે તમારે ઘેર આવી પડેલી ઘરબાર વગરની, સગાંવહાલાં વિનાની, એક અનાથ કંગાલ છોકરીને પરણવા તૈયાર થયા, એ વસ્તુ જ મને વધુ મહત્ત્વની લાગે છે. હું મારી સાથે લાખોની મિલકત લાવી હોત, તો પણ અત્યારે આ સ્થિતિમાં તમને મેળવીને મને જેવો આનંદ થાય છે, તે તે વખતે ન જ થયો હોત.”
લગ્નના દિવસની આગલી સાંજ હતી. સૌ ઉપરને માથે ભેગાં બેઠાં હતાં. કેપ્ટન કટલ મિટ્રસ્ટ સાથે ગંજીફે ખેલતા હતા. મિત્ર ટૂટ્સ સુસાનને પૂછીને પાનાં ઊતરતા હતા. ફર્લોરન્સ વૉટર પાસે બેઠી બેઠી કેપ્ટન કટલને વિદાય વખતની ભેટ તરીકે આપવા કહ્યું ભરતકામ કરતી હતી.
એવામાં અચાનક ડિયોજિનિસે કાન ઉંચા કરી એક બે વખત ભરી લીધું.
કેપ્ટન કટલે તેને જરા ટોક્યો અને કહ્યું, “બેટા આજે આ ઘરમાં તારી છેલ્લી રાત છે, એટલે આમ કરે છે ?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org