________________
ડી એન્ડ સન તેના બુદ્દા કાકાને ઊછીના આપી દે, એમ જ ને ? ઠીક, તું જ્યારે મોટે થઈશ, ત્યારે મારા પૈસામાં તું ભાગીદાર થઈશ, અને આપણે બંને સાથે મળીને તે પૈસા વાપરવાના છીએ, એ તું જાણે છે ને ?”
ડોમ્બી એન્ડ સન” તરીકે ખરું ને, પપા ?”
હા ભાઈ, “ડામ્બી એન્ડ સન” તરીકે; તો આજથી જ તું છોકરા – “ગે’ના કાકાને પૈસા ધીરવાનું શરૂ કરવા ઇચ્છે છે ?”
હા પપા, તમે જે હા કહે તો ! ફૉરન્સ પણ એવું જ ઈચ્છતી હશે, એમ મને લાગે છે.”
છોકરીઓને ડાબી એન્ડ સન’ના કામકાજ સાથે કશી લેવાદેવા ન હોઈ શકે, બેટા. તારે એ પૈસા ધીરવા છે કે નહિ, એટલું
હા પપા, હા !”
તો તું જરૂર ધીરી શકે છે. અને તે જોઈ શકશે, પલ, કે પૈસો એ કેટલી મોટી ચીજ છે, અને લોકે તે મેળવવા કેવા ઇંતેજાર હોય છે. નાનકડો – “ગે” આટલો રસ્તો કાપીને એ પૈસા માગવા આપણી પાસે દોડી આવ્યો છે, અને તારી પાસે પૈસા હોવાથી તે એવડો મોટો માણસ છે, કે જેથી તે તેના ઉપર મહેરબાની કરી, તેને એ પૈસા ધીરી શકે છે. એ પૈસા મેળવીને તે બિચારો ઘણો રાજી થશે.”
નાનકડો પલ તરત જ બાપના ઢીંચણ ઉપરથી ઊતરીને ફૉરન્સ તરફ દોડવ્યો અને તેને કહેવા લાગ્યો, “બહેન, હવે ન રડીશ; નાનકડા – “ગે ને પૈસા મળી જશે.”
મિ. ડબ્બીએ બાજુના ટેબલ ઉપર જઈ એક ચિઠ્ઠી લખી નાખી. દરમિયાન પૅલ અને ફલૅરન્સ ઑલ્ટર સાથે ગુસપુસ કરવા લાગ્યાં; અને કેપ્ટન કટલ રાજી થતા એ ત્રણે તરફ જોઈ રહ્યા.
ચિઠ્ઠી લખી લીધા પછી મિ. ડોમ્બીએ પાછા પોતાની જગા ઉપર આવીને વોલ્ટરને એ ચિઠ્ઠી આપતાં કહ્યું, “આ ચિઠ્ઠી કાલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org