SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૮ ડેબી ઍન્ડ સન પણ ખબર પડી જાય તેમ છે.” આટલું કહી, જયાં એ બુઠ્ઠીએ ઘોડાને થાબડ હતો ત્યાં રેબે ફૂંક મારી અને પછી આંગળીથી એ ભાગ પોલિશ કરી લીધો. હું બેટા રબ, તને સારી નોકરી મળી લાગે છે; તું ખરે ભાગ્યશાળી છે, હું ?” “ભાગ્યને ક્યાં રડે છે, મિસિસ બ્રાઉન? તમે કદી સામાં ન મળે, અથવા તમે અત્યારે પણ ચાલ્યાં જાઓ, તો તો એ જણ ભાગ્યશાળી કહેવાય ખરે; પણ તમે તમારે રસ્તે કેમ ચાલતાં થતાં નથી ? કે આ જુવાન બાઈ તમારી મિત્ર થતી હોય, તો તે પણ તમને અહીં વચ્ચે શા માટે આટલું બધું રોકાવા દે છે, વારુ ? અને શા માટે તમે મારી પાછળ પાછળ આ છો?” ઍહ, તું તારી જૂની દસ્તીને ભૂલી જવા માગે છે, હૈ? તું પચાસ વખત તો મારે ત્યાં આવ્યો હશે અને ઘરના ગરમાગરમ ખૂણામાં આવીને નિરાંતે સૂઈ ગયે હશે, - જ્યારે તારા નસીબમાં ખુલ્લા ફૂટપાથ ઉપર જ સૂવાનું હતું! અને અત્યારે તું મારી સાથે આ રીતે વાત કરે છે, એમ ? તારા કેટલાય ધંધામાં હું સાથે રહી છું – નિશાળેથી ભાગી આવતો હતો ત્યારથી માંડીને ચેરીને માલ વેચવા સુધીમાં, અને હવે જોજે, કાલે જ તારા કેટલાય સાગરીતોને પડછાયાની પેઠે તારો પીછો પકડવા મોકલી દઉં છું કે નહિ ? હરામી, તું મારી સાથે આવી તુમાખીથી વાત કરે છે, હૈ ? ચાલ બેટા એલિસ, હવે કાલે વાત !” ઊભાં રહો, ઊભાં રહે, મિસિસ બ્રાઉન ! તમે ગુસ્સે શા માટે થઈ જાઓ છો ? મારા કહેવાનો અર્થ તમારું અપમાન કરવાનો નહોતો; મેં તો ઊલટું તમને મળતાં વેંત પૂછયું કે, “તમે કેમ છે ?” પણ તમે મને એ પ્રશ્નનો કશો જવાબ જ કયાં આવ્યો ? ઉપરાંત કાઈ જણ પોતાના માલિકને ઘડે ખરેરે કરવા લઈ જતો હોય, ત્યારે રસ્તામાં શી રીતે ઊભો રહે, અને તે તેનો માલિક જ્યારે આખો વખત એણે શું કર્યું એ બધું જ જાણી શકતો હોય ત્યારે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005192
Book TitleDombi and Son
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahakari Mandir Ahmedabad
Publication Year1966
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy