________________
માનસિક ફેરફાર
૩૪૯ એટલે તમે રસ્તા વચ્ચે મને ઊભો રાખવાને બદલે તબેલાઓ સુધી મારી સાથે આવે, તો હું તમને કંઈક ગરમાગરમ પાઈશ પણ ખરે.” *
અને તબેલે પહોંચી, ઘડાને ખરે કરનારને સંપીને, પછી રેબ એ બે જણ માટે ગરમાગરમ પીણું લઈ આવ્યો. ડેસીએ ધીમે રહીને હવે પૂછયું, “તારા માલિક મિત્ર કાર્કર બહુ સારા માણસ છે, નહિ ?”
હે ? મેં તમને તેમનું નામ તે દીધું નથી!”
પણ અમે તેમને આ ઘોડા ઉપર બેસીને જતા આવતા ઘણી વાર જોયા છે તથા તને એમને ઘોડે પકડીને ઊભો રહેતો પણ જો છે. તે શહેર બહાર રહે છે, ખરું ને?”
હા, જ્યારે તે ઘેર રહે ત્યારે; પણ હમણું અમે ઘેર રહેતા નથી.”
ત્યારે ?”
મિ. ડોમ્બીના મકાન નજીક ભાડાના મકાનમાં અમે હાલમાં રહીએ છીએ. મિ. ડોબી ઘોડા ઉપરથી પડી ગયા છે, એટલે મારા માલિકને તેમની તથા મિસિસ ડોમ્બીની કે ત્યાંનાં કેટલાંયની તહેનાતમાં રહેવું પડે છે; એટલે હમણાં અમે શહેરમાં જ રહીએ છીએ.”
પણ બેટા, તું આવી સારી નોકરીએ ચડી ગયો તો પણ મારે ત્યાં આવીને મને ખબર ન કહી ગયો, એ કેવું ?”
“એક જણનો માલિક સો સો આંખેવાળો અને બસો બસો કાનવાળો હોય, અને આખો વખત કામમાં જ રોકી રાખતો હોય, ત્યારે તે જણ શી રીતે કયાંય જઈ શકે ?”
પણ હવે તું અવારનવાર મને આપણે ઘેર મળવા આવતો રહીશ, એવું વચન આપે છે ?”
હા, હા, હું જરૂર આવી જઈશ.”
“અને તેય બહુ જલદી આવીશને ? તે પછી હું તને રસ્તામાં મળીશ તો પણ નહિ બેલાવું, તથા તું ક્યાં રહે છે, તે પણ બીજા કેાઈને નહિ કહું, હાં ?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org