________________
૧૬૨
ડેએ ઍન્ડ સન તેણે કઈ દિવસ એ બાબત મનમાં જરાય દુઃખ માન્યું નથી, કે ફરિયાદ કરી નથી.”
પણ જે તે પોતાને માટે નિરધારેલે માર્ગે રાજીખુશીથી ચાલી જાય છે, તો તેને કહેજો કે, હું પણ મારે નિરધારેલે માર્ગે એટલી જ રાજીખુશીથી ચાલું છું અને ચાલવાનો છું : મારા નિશ્ચયો આરસપહાણ જેટલા કઠણ હોય છે, એ વાત તે કદી ન ભૂલે. હું હરિયેટ કાર્કર નામની કોઈ વ્યક્તિને ઓળખતા નથી; કારણ કે, મારે મન એવી કોઈ વ્યક્તિ જ નથી. તમારે એક બહેન છે; તો તેનાં જે વખાણ કર્યા કરતાં હોય તે કર્યા કરજે; મારે કાઈ બહેન નથી.”
- આટલું કહી મેનેજર મિ. કાકરે એવી તીવ્રતાપૂર્વક તેને બારણું બતાવ્યું કે, કાર્નર-જુનિયરને હવે ગુપચુપ બહાર ચાલ્યા વિના છૂટકા જ ન રહ્યો.
મેનેજર મિ. કાર્કરે હવે પેલો વાંચવો બાકી રાખેલો કાગળ વાંચવા માંડ્યો. તે મિડ ડેબીને લીમિંટનથી આવેલે કાગળ હતો. મિ. ડોબીએ એ પત્રમાં જણાવ્યું હતું કે, આ પ્રવાસથી તેમના તનમનને બહુ લાભ થતો જાય છે, એટલે તે પાછા કયારે કરશે એ બાબત કશું નકકી કહી શકાય તેમ નથી; દરમ્યાન, કાર્ટર પોતે લીમિંગ્ટન આવીને મળી જાય, અને કામકાજ કેમ ચાલે છે, તે અંગે વાત કરી જાય, તો સારું છે.
પણ મિ. કાર્કરનું ધ્યાન પત્રમાં નીચે તા. કટ કરીને લખેલી વાતે જ ખેંચ્યું : “પેલા વૉલ્ટર-ગે અંગે તમને કહેવાનું ભૂલી ગયો. જે તે “સન એન્ડ એર ” જહાજમાં રવાના ન થઈ ગયો હોય, અથવા “સન એન્ડ એર' હજુ ઊપડયું ન હોય, તે વેટરને હાલ તુરત લંડનમાં જ રોકી રાખજો. હજુ તેને અંગે શું કરવું એને આખરી નિર્ણય હું કરી શક્યો નથી.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org