________________
૧૩
મેનેજર મિ. કાર્કર પણ મેનેજર મિ. કાર્કર માં ફાડીને બોલી ઊઠયા – “વાહ, એ ખાસું ! એ તો કયારને મધદરિયે પહોંચી ગય!અને પછી કેપ્ટન કટલ સાથેની મુલાકાત યાદ કરીને, વોલ્ટરનું જહાજ ન ઊપડયું હોત તો પણ, પોતે આ કાગળ મળ્યા પછી તેને કેવી રીતે દરિયા ઉપર કે દરિયામાં વિદાય કરી દીધો હોત, તેનો વિચાર કરી તે જરા હસી પડ્યા. કારણ કે, ડોમ્બી એન્ડ સન પેટીમાં કોઈ પણ રીતે કાઈ બીજું જરા સરખે અધિકાર જમાવવા આવે, એ મિ. કાર્કરે પિતા માટે મનમાં ગુપ્ત રીતે ઘડી રાખેલી યોજનામાં બંધ બેસતું થાય તેવું ન હતું. અને મિત્ર ડોમ્બીના એકમાત્ર સંતાન ફલેરન્સના હૃદયમાં
સ્થાન મેળવીને આવનારે એ છોકરડે વેસ્ટર-ગે, મિ. કાર્કરના હિસાબે, પિતાના હરીફ થઈને ઊભો રહે તે પહેલાં વિદાય થઈ જાય, એ અતિ આવશ્યક હતું.
તે જ ઘડીએ હજૂરિયા મિત્ર પર્ચે આવીને જણાવ્યું કે, મિ. જિસ, વહાણવટાનાં માપ-યંત્ર બનાવનાર, પોતાનો હપતો ભરવા આવ્યા છે. અને બીજો પણ એક છોકરો આવ્યો છે. પોતાની મા અહીં નર્સ તરીકે કામ કરી ગઈ છે એ નાતે, નોકરી મેળવવા કેટલાય દિવસથી તે રોજ ફેરા ખાધા કરે છે. તેને ઘણી વાર ડરાવીને પાછા કાઢયા છતાં, તે રોજ આવીને હાજર થાય છે.
મિ. કાર્કરે અચાનક પર્ચને કહ્યું, “તે છોકરાને પહેલો અહીં રજૂ કરે.”
પર્ચ જે છોકરાને પકડી લાવે, તે પોલીને છોકરો –બાઈલર, ખરું નામ રોબિન ટૂલ, જેને મિ. ડોમ્બીએ ગ્રાઈન્ડર-સ્કોલર તરીકે ભણવા દાખલ કરાવ્યો હતો, તે હતો.
મિ. કાર્કરે પીને ચાલ્યા જવા નિશાની કરી, અને પછી પેલાનું ગળું પકડી, તેના તરફ તે ગુસ્સાભરી આંખે જોઈ રહ્યા.
પેલે રડી ઊઠ્યો, “સાહેબ, મને જવા દે !”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org