________________
૨૬
ડેબી ઍન્ડ સન મેં તે માન્યું કે, તમે આ વાત જાણી રાજી થશે.” પોલીએ
હા, હું રાજી જ થઈ છું, આભાર, મિસિસ રિચાઝ” પણ તમે કંઈ રાજીપો બતાવ્યો તો નહીં !”
“ કાયમી નોકરીવાળાં લેકો ટેમ્પરવારી લોકોની જેમ ઝટ રાજીપો બતાવ્યા ન કરે; સમજ્યાં ? જો કે આ ઘરમાં હવે ટેમ્પરવારી લોકોની બેલિબાલા થવાની, એમ મને તે દેખાય છે.” સુસાન ઘૂરકી.
કાકી-ભત્રીજો
ડાબી ઍન્ડ સનની ઓફિસે લંડનના ધમાલિયા વિભાગમાં આવેલી હતી. પાસે રેયલ એચેંજ હતું; સોનારૂપાથી ભરેલા ભંડારવાળી બેંક ઓફ ઈગ્લેંડ પણ આસપાસમાં જ હતી; અને ખૂણું ઉપર જ ઈસ્ટ ઇડિયા હાઉસ આવેલું હતું. કેટકેટલા અજાયબીભર્યા સામાનથી તે ભરપૂર હતુંઃ જર-ઝવેરાત વાઘ, હાથી, અંબાડીઓ, હુક્કાઓ, છત્રીઓ, માનાએ, ગાલીચાઓ, આગળ ચાંચ વાળેલી મોજડીઓ પહેરેલા રાજવીએ –બધું જ ત્યાં જાણે ઢગલાબંધ ખડકાયું હતું. થોડે દૂર વહાણવટાનાં સાધનો-ઓજારો વગેરેની મોટી વખારે અને દુકાને આવેલી હતી.
એ બધી ઓજારની દુકાનમાં સોલેમન જિલ્સની દુકાન પણ હતી. વહાણવટામાં વપરાતાં માપક યંત્રો તે બનાવતો અને વેચતો.
સાંજના સાડા પાંચનો સમય થવા આવ્યો હતો, અને શેરીઓની અવરજવર ઓછી થતી ચાલી હતી. એટલામાં વરસાદ વરસ શરૂ થયો. સલેમન જિલ્સ ચિંતા કરતો બેલી ઊઠો : “લે, અર્ધા કલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org