________________
૭૪
ડમ્બી ઍન્ડ સન “ૉટર, પપા ! હું ખોવાઈ ગઈ હતી ત્યારે મને શોધી લાવ્યો હતો તે.”
વાચકને યાદ હશે કે, વૉટરનું આખું નામ ટર-ગે હતું. નામની પાછળનો અટક જેવો એ ભાગ જ, નિકટના સંબંધી નહીં એવા બહારના લોકો સંબોધનમાં વાપરે.
પેલો જુવાનિયો – “ગે, ખરું લુઈઝા ? આ છોકરીની રીતભાત છેક જ બગડી ગઈ છે. તેને છોકરે – “ગે” કહેતાં શું થાય છે? બહેન, તમે જઈને જરા જુઓ તો, શી વાત છે ?”
મિસિસ ચિક ઉતાવળે બહાર જઈને ખબર લઈ આવ્યાં છે, “છોકરો – “ગે” ખરે જ આવ્યો છે, તેની સાથે વિચિત્ર દેખાવને બીજે માણસ પણ છે. જોકે, તમે નાસ્તો કરી રહો ત્યાં સુધી છોકરે – “ગે” અંદર આવવા માગતો નથી.”
એ છોકરાને દૃમાં જ અંદર આવવા કહો.” મિ. ડેબીએ તાકીદ કરી; કારણ કે તેને પોતાની ઓફિસમાં નોકરીએ રાખે હોઈ તે કંઈ અગત્યના સમાચાર લાવ્યો હોય.
વોલ્ટર અંદર આવ્યો એટલે મિડાબીએ તરત પૂછયું, શી વાત છે? તને અહીં કોણે મોકલ્યો ? બીજું કાઈ અહીં આવનારું નહતું શું ?”
“આપની માફી માગું છું, સાહેબ, મને બીજા કોઈએ મોકલ્યો નથી. હિમત કરીને હું પોતે જ અહીં આપની પાસે દોડી આવ્યો છું. તેનું કારણ જાણ્યા પછી આપ મને જરૂર માફી આપશે, એવી મને આશા છે.”
પણ મિ. ડોમ્બી તો એની વાત તરફ લક્ષ આપ્યા વિના તેની પાછળ ઊભેલા માણસ પ્રત્યે જ વળીને જોવા લાગ્યા હતા.
એ શું છે? એ કોણ છે ? તમે કોઈ ભળતા બારણુમાં પસી ગયા લાગો છો, સાહેબ.” મિ. ડોમ્બીએ પાછળ ઊભેલા કેપ્ટનકટલને કડક થઈને કહ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org