________________
૨૧૦
ડિબી ઍન્ડ સન વખાણવા લાયક કશું નથી; છતાં હું તેને બાળી મૂકવાની કે તોડી પાડવાની રજા હરગિજ ન આપું !”
બધા જૂના ઓરડાઓમાં એક વખત ફરી વળવાની મજા આવશે, નહિ સુસાન ?”
“ખરી વાત કહું, મિસ, તો એક વાર તો મને બધે ફરી વળવાનું મન થશે જ; છતાં આવતી કાલથી જ હું એ આખા ઘરને ધિકકારવા લાગીશ, એની પણ ના નહિ !”
ફરન્સને એ ઘરમાં બીજા કોઈ સ્થળ કરતાં વધુ શાંતિ મળતી. કારણ તેની ઊંચી કાળી દીવાલની અંદર પોતાના અંતરનું રહસ્ય સાચવી રાખવું, એ બહારના પ્રકાશમાં હજારો સુખી નજરથી તેને છુપાવવાને પ્રયત્ન કરવા કરતાં વધુ સહેલું હતું. એકલા પોતાના જ અંતરને તપાસ્યા કરવું, તથા સામે જવાબ ન મળે છતાં આશા રાખ્યા કરવી, પ્રાર્થના કર્યા કરવી, અને પ્રેમ ક્ય કરવો, એ આ કટાતા, અને લૂણે ખાતા મકાનમાં વધુ શક્ય હતું!
પરંતુ એ શેરીમાં ઘોડાગાડી દાખલ થઈ કે તરત સુસાન શ્વાસ બંધ પડી જતો હોય તેમ ચીસ પાડી ઊઠી, “લે, આપણું મકાન ક્યાં ઊડી ગયું ?”
આપણું મકાન ?”
સુસાને બારીમાંથી મેં અંદર ખેંચી લઈને તથા ફરી પાછું બહાર કાઢી, ગાડી ઊભી રહી એટલે પાછું અંદર ખેંચી લઈને, ફરન્સ તરફ નવાઈભરી આંખોએ જોયું.
આખા ઘરની આસપાસ, નીચેથી ઉપર સુધી, પાલખો અને વળાઓનું વિરાટ પાંજરું ખડું કરી દેવામાં આવ્યું હતું. તથા પહોળી શેરીને અર્ધો ભાગ ઈટોના ઢગલા, ચૂનાના ઢગલા, પથ્થરના ઢગલા, તથા લાકડાંના ઢગલાથી ભરાઈ ગયો હતો. સેંકડો મજૂરે પાલખની નિસરણીઓ ઉપર જા-આવ કરતા હતા; અને ઘરની અંદરની બાજુ રંગનારા, ધોળનારા, ચીતરનારા અને ધોનારાઓની એટલી જ ભાગદોડ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org