________________
કૌટુંબિક સંબંધ પત્નીને પણ લઈ બેઠી છે. ઉપરાંત, પિતે પિતાનાં મબલક સાધનોથી એડિશને જે પ્રેમ સંપાદન નથી કરી શકતા, તે એ છોકરી પોતાના એકાદ શબ્દથી કરી શકે છે. અને પોતે તે છોકરી તરફ જરાય પ્રેમ કે મમતા બતાવ્યાં નથી કે, તેના તરફ લક્ષ પણ આપ્યું નથી, તેમ છતાં તે છોકરી તે કશાની મદદ વિના ઊલટી વધુ ફૂલતી ફાલતી જાય છે –– વધુ સુંદર બનતી જાય છે!
મધુરજનીના પ્રવાસમાંથી પાછા ફર્યાની પહેલી રાતે તેને ફૉરન્સ પ્રથમ વાર સુંદર દેખાઈ હતી. તેની સુંદરતા મીઠી હતી – મધુર હતી. ફરન્સનું એ બધું આંતર-બાહ્ય સૌંદર્ય અને મધુરતા મિત્ર ડોમ્બીની જ મિલકત હતી, અને મિત્ર બીએ ખરી રીતે એ સંપત્તિના માલિક હેવા બદલ આનંદ અને ગૌરવ અનુભવવાં જોઈતાં હતાં. તેને બદલે તે કમનસીબ માણસ એમ જ માનવા લાગ્યો કે, ફરન્સ એ બધું પોતાની સામે વાપરી રહી છે– પહેલાં તે પિતાના પુત્રને ખેંચી ગઈ અને હવે પોતાની નવી પત્નીને પોતાનાથી અળગી પાડી રહી છે.
મિ. ડોબીએ એડિથની તથા ફલેરન્સની સાન ઠેકાણે લાવવાનો. દઢ નિશ્ચય કર્યો.
એક વખત એડિથ મોડી રાતે ઘેર પાછી આવી, ત્યારે મિ. ડોમ્બી તેના કમરામાં જઈ ચડયા.
“મિસિસ ડેબી, મારે તમારી સાથે થોડી વાત કરવી છે.” “ કાલે કરજે,” પેલીએ જવાબ આપ્યો.
વર્તમાનકાળ જેવો બીજો કોઈ કાળ નથી, મેડમ, અને તમે તમારું સ્થાન ભૂલીને વાત કરતાં લાગે છે; મને મારો સમય પોતે. જ પસંદ કરવાની ટેવ છે; બીજું કાઈ મારે સમય નકકી કરી આપે. એવી નહિ. હું કોણ છું અને શું છું, તે તમે ભાગ્યે જ સમજતાં. હે, એમ લાગે છે, મિસિસ ડોમ્બી.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org