________________
ઉપસંહાર
૪૮૧ પ્રશ્ન ઉપર વિચાર કરવા જાણે પહેલી વાર જ બેસતા હોય, તેમ વિચાર કરવા લાગતા.
તે પોતાની પેઢીનું નામ વારે ઘડીએ બોલ્યા કરતા : “મ્બી એન્ડ સન.” પણ પછી તરત જ પિતાને કેટલાં સંતાન છે એ તે ગણવા બેસતા : ‘એક’ – “બે” – અને પાછા પેઢીનું નામ બેલવા લાગતા.
પણ આ બધું તો તેમનું મગજ બહુ જ ગૂંચવાયું હોય ત્યારે જ. સામાન્ય રીતે તે ફલોરન્સનો જ વિચાર કર્યા કરતા.
એક વખત તે બેલી બેઠા : “અરે સુસાન મને કંઈક કહેવા આવી હતી –બહુ દિવસ પહેલાં !”
“હા, પપા; તમારે તેને બેલાવવી છે?” “હા, હા.” સુસાન ડરતી ડરતી મિડ ડેબી સમક્ષ રજૂ થઈ.
મિ. ડોબી તેને જોઈ બહુ રાજી થયા. તેમણે તેને કહ્યું, “હવે ચાલી ન જતી; અહીં જ રહેજે. હું અને ફલૅરન્સ હવે બહુ બદલાઈ ગયાં છીએ– જે” એમ કહી તેમણે ફરન્સનું માથું નીચે ખેંચી પિતાના ઓશિકા ઉપર ગોઠવી દીધું.
સુસાન ડૂસકે ચડી ગઈ
આવી હાલતમાં મિ. ડાબી દિવસે અને અઠવાડિયાં સુધી રહ્યા. પછી ધીમે ધીમે છેક જ અશક્ત થઈ જતાં તે ચૂપ બની ગયા. પછી તો તે બારી ઉઘાડાવી આકાશ અને વૃક્ષો તરફ નજર કરતા ચૂપ પડી રહેતા.
ઘણુ વખત બાદ ધીમે ધીમે તે સ્વસ્થ થતા ગયા, તેમ તેમ ફૉરેન્સની તબિયત અને પરિશ્રમ બાબત ચિંતા કરવા લાગ્યા. તે વારંવાર તેને પાસે બેલાવીને કહેતા, “વહાલી, આ ઓરડામાંથી બહાર ફરવા જા! – ખુલ્લી મીઠી હવામાં. તારા ભલા પતિ પાસે જા ! અહીં ને અહીં મારા ઓરડામાં ગંધાઈ ન રહીશ.”
ડે.-૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org