________________
૫૮
ડેએ ઍન્ડ સન પિલ અને ફરન્સને લઈને મિસિસ ચિક અને મિસ આગલી રાતે એક હોટલમાં આવીને ઊતર્યા હતાં. સવારે મિસિસ પિપચિનને મળીને, અને બંને છોકરાને દાખલ કરાવીને તે પાછાં ફર્યા.
સંસ્થામાં તે વખતે માસ્ટર બિધરોન નામને એક છોકરો દાખલ થયેલો હતો, અને મિસ પાકી કરીને એક બાળકી હતી. તે બેમાં પેલ અને ફરન્સ ઉમેરાયાં.
મિસિસ પિપચિનની મધ્યમ-ઉમરની એક ભત્રીજી બેરિંથિયા ઘરમાં ગુલામ તરીકે કામ કરતી હતી. તે હવે, મહેમાન આવ્યા હતા તે વખતે માસ્ટર બિધરસ્ટોનને ખાસ પહેરાવેલે કલર કાઢવા લાગી; મિસ પાંકી તો, મહેમાનો આવ્યા ત્યારે ત્રણ વખત છીંકી હતી, એટલે તેને પાછળ આવેલા કમરામાં સજા તરીકે પૂરી દેવામાં આવી હતી.
મિસિસ પિપચિને પલ તરફ ફરીને પૂછયું– “તો ઠીક સાહેબ, હું આશા રાખું છું કે, તમને હું ગમીશ.”
મને નથી લાગતું કે, તમે મને જરાય ગમો; મારે અહીં નથી રહેવું; આ મારું ઘર નથી.” પૉલે જવાબ આપ્યો.
ના, ના, આ ઘર તો મારું છે, તમારું મથી જ વળી,” મિસિસ પિપચિને કડક થઈને જવાબ આપ્યો.
બહુ ખરાબ ઘર છે.”
પણ એ ખરાબ ઘરમાં એથી વધુ ખરાબ એક જગા છે, જ્યાં અમે ખરાબ છોકરાઓને પૂરી દઈએ છીએ.”
પેલે તરત પૂછયું, “આ છોકરાને (માસ્ટર બિધરરટેનને) કદી ત્યાં પૂર્યો હતે ?”
મિસિસ પિપચિને ડોકું હલાવી હા પાડી. પોલે તે આખો દિવસ માસ્ટર બિધરસ્ટોનની હિલચાલ જ તપાસ્યા કરી; એ હેતુથી કે પેલી કાળી કેટડીમાં પુરાનાર જણ હંમેશને માટે કેવક બની રહેતો હશે !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org