________________
૩૮૪
ડી એન્ડ સન ફલેરન્સના મેમાંથી એક શબ્દ પણ નીકળી શક્યો નહીં. અને બહાદુરીથી મોટી મોટી વાતો કરતા કેપ્ટન કટલ પણ ડૂસકાં ભરતા ભરતા ત્યાંથી દુકાન તરફના હિસ્સામાં ભાગી ગયા.
પણ ડી વારે વૉટર તેમને પાછી પકડી લાવ્યા. કેપ્ટનને એક જ બીક હતી કે, ફલેરન્સ આનંદનો એ આઘાત સહન કરી શકશે નહિ; તેથી જ તેમણે ફરન્સ બરાબર તૈયાર થાય ત્યાં સુધી વોટરની વાત તેને કહી સંભળાવવાની હિંમત જ કરી ન હતી. તે હવે વોટરના માં સામે અને ફરન્સના મોં સામે આનંદભર્યા અને ગર્વભર્યા મેંએ વારાફરતી જોવા લાગ્યા. કોઈ પિતા પિતાનાં બે વહાલામાં વહાલાં છોકરાને જોઈ જોઈને આટલું હરખાયો નહીં હોય.
૩ દુકાનના એ પાછલા ભાગમાં કેટકેટલી વાતે તે રાતે ચાલી ! એ આનંદમાં કાકા-સેલના ગૂમ થયાની વાતે અને ફરન્સ ઉપર આવી પડેલી આફતની વાતે જ થોડી મણુ રાખી. પણ કેપ્ટન કટલને એક અવનવી વાત એ જોવા મળી કે, વેટર ફૉરન્સના મધુર મુખ સામું જોવા વારંવાર મેં ઊંચું કરતે પણ ફલૅરન્સની આંખો તેની આંખો સાથે ભેગી થતી કે તરત તે પોતાની આંખો ફેરવી લેતા.
બહુ મોડા સુધી વાત કરતાં તેઓ બેઠાં; કેપ્ટન કટલ તો હજુ પણ એક અઠવાડિયા સુધી સતત ત્યાં જ બેસી રહ્યા હોત, પરંતુ વોલ્ટર ઊઠો અને જવાની રજા માગવા લાગ્યો.
જાઓ છો, વોટર? કયાં ?ફૉરસે પૂછયું.
અત્યારે તે પાસેની જ બ્રોગ્લીની દુકાનમાં ઊતર્યો છે, લાડકી. બૂમ પાડીએ તો પણ સાંભળે એટલો પાસે !” કેપ્ટન કટલે જવાબ આપ્યો.
હું અહીં છું તેથી તમારે ચાલ્યા જવું પડે છે, ખરું ને વેટર? તમારે ઠેકાણે ઘરબાર વગરની તમારી બહેન ઘૂસી ગઈ છે, એટલે ?”
“વહાલાં મિસ ડોમ્બી, એક ક્ષણભર પણ તમારી કંઈક નજીવી સેવા બજાવી શકાય તેમ હોય, તો હું ક્યાં કયાં જવા તત્પર ન થાઉં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org