________________
૩૬ ૨
ડેબી એન્ડ સન કાર્કર, તમે આ મુદ્દા ઉપર મને સલાહ આપવા જાઓ છો, તે વખતે તમે તમારા હોદાનો અને સ્થિતિને ખ્યાલ ભૂલી ગયા હો એમ લાગે છે. બસ, મારે એથી વધુ કંઈ કહેવું નથી.”
ખરી રીતે તો આ બધી (મિસિસ ડાબી તરફ આંગળી કરીને) વાટાઘાટો ચલાવવામાં મારો ઉપયોગ કરતી વખતે જ તમે મારી સ્થિતિ અને હોદ્દાનો ખ્યાલ વીસરી ગયા હતા, એમ કહેવું જોઈએ.”
નહિ, નહિ; તમને એ કામમાં એટલા માટે લેવામાં આવ્યા હતા ક –”
એટલા માટે કે, મારો દરજજો નીચલે હાઈ મિસિસ ડેબી વધુ અપમાનિત થાય અને હીણપત અનુભવે, ખરું ને ? હા, હા, એવી સ્પષ્ટ સમજ હતી જ, હું ભૂલ્યો !”
તરત જ એડિથે પોતાના માથા ઉપર હીરાને જે ત્રિકૂટ મુગટ હતો તે હાથ વડે ખેંચી કાઢી જમીન ઉપર પછાડયો. ઉપરાંત બને હાથમાંથી હીરાના બ્રેસલેટ કાઢીને પણ જમીન ઉપર નાખ્યા અને ઉપરથી તેમને લાત મારી. પછી મિડેબી સામે વિકરાળ આંખે જોતી, તે ઓરડે છોડી ચાલી ગઈ
ફૉરન્સ એારડામાંથી નીકળતા પહેલાં એટલું તો સાંભળી લીધું હતું કે એડિથ તેને હજુ ચાહે છે; તથા તેને માટે જ એણે પોતાની ભાવનાઓનું બલિદાન આપ્યું હતું.
એ સાંજે તેના પિતા એકલા જ બહાર ગયા; એટલે ફર્લોરન્સ પિતાના ઓરડામાંથી નીકળી, એડિથ ઘરમાં બીજે ક્યાંક હોય તો તેને શોધવા નીકળી. પરંતુ તે એના પિતાના કમરામાં હતી – જ્યાં જવાનું ફૉરજો બંધ કરી દીધું હતું. અને અત્યારે પણ નવી મુશ્કેલી ઊભી ન થાય તે માટે ત્યાં જવાની તેણે હિંમત કરી નહિ. સૂતા પહેલાં પણ તે બીજા એારડાઓમાં ફરી વળી – પણ એડિથ તેના ઓરડામાંથી નીકળી જ લાગતી ન હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org