________________
ડી એન્ડ સન “મેં તારી પત્નીને જે બધું કહ્યું, તે તે સાંભળ્યું ને ?” પેલીએ સાંભળી લીધું છે, એટલે બસ છે.”
“બધું તું તેના ઉપર જ છોડવા માગતો હોય, તો પછી તને મારે કંઈ વિશેષ કહેવાનું રહેતું નથી.”
જરા પણ નહીં; પોલીએ બરાબર સાંભળ્યું છે, અને તે એ વખતે ઊંઘતી ન હતી, સાહેબ.”
“તું ક્યાં નોકરી કરે છે ?” “આ રેલગાડી નીકળવાની થઈ છે ને, તેમાં સાહેબ.”
તેને પણ વિદાય કર્યા પછી મિડી વિચારમાં પડી ગયા કે, આવી ગરીબ બાઈને પોતાનો પુત્ર સોંપીએ, તો તેને પોતાનો નાનો પુત્ર બદલી લેવાનું મન થાય કે કેમ ? અને છેક ઘડપણમાં જ આપણને એ વાતની ખબર પડે, ત્યારે શું થાય ?
પણ આ બધી ચિંતાઓને આરો હોતો નથી, તેમ જ અંત પણ હોતો નથી. એટલે, છેવટે પિતે જ રોજ પોતાના પુત્રની પૂરતી તપાસ અને કાળજી રાખવાનો નિશ્ચય કરીને, તેમણે સમાધાન માન્યું.
દરમ્યાન નીચેના બીજા ઓરડામાં, મિસિસ ચિક અને બાઈ રિચાર્ડઝ વચ્ચે પગાર વગેરેની બાબતમાં કાલકરાર થઈ ગયા, – અલબત્ત મિસ ટેક્સની પૂરી સલાહસૂચના મુજબ.
મિસ ટકશે પછી મિત્ર ટૂડલને સંબોધીને કહ્યું, “તમારાં વહાલાં પત્નીને આવા સુખસાહ્યબીવાળા ઘરમાં મૂકીને જતાં તમને બહુ આનંદ થશે, નહિ વારુ ?”
ના, મમ; મને તે તેને મૂકીને જવાનું જરાય ગમતું નથી.” પેલાએ જવાબ આપ્યો. •
પેલી બિચારી પતિને આ શબદોથી તરત રડી પડી. મિસિસ ચિકને ચિંતા થઈ આવી કે, આમ લાગણીઓ ઉશકેરાવાથી તેનું દૂધ ખાટું થઈ જશે અને નાના ડાબીને નુકસાન થશે. એટલે તેણે તરત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org