________________
૨૩૪
ડી એન્ડ સન એડિથે માનાં એ બધાં રોદણું ખ્યાલમાં લીધા વિના જ ફરીથી કડક સ્વરે કહ્યું, “મેં તમને છેવટનું કહી દીધું કે, ફરન્સ તેને ઘેર જ જવી જોઈએ.”
પણ તે છોને જાય ! મારે શું ? મારે તેને મારી પાસે રાખીને શું કરવી છે રે ? મારી તે એ શી સગી થાય છે, વળી ?”
પણ મારી તો તે મેટી સગી થાય છે, એ જાણી રાખો. એટલે મારા અંતરમાં જે જે બધું અનિષ્ટ ભરેલું છે, તેને એક લવલેશ પણ હું તેના અંતરમાં પેસવા દેવાની નથી કે કોઈ પેસાડવા ઇચ્છતું હશે તો તેને પેસાડવા દઈશ પણ નહિ. જો તમે તેમ કરવા જશે, તો તમારે હું ખુશીથી ત્યાગ કરીશ, તેમ જ કાલે જેને હાથ હું પકડવાની છું, તેને પણ! માટે ખબરદાર ! હું જીવતી છું ત્યાં સુધી મને ભણાવવામાં આવેલા પાઠેમાંથી એક પણ તમારે તેને ભણુંવવાને નથી.”
પણ તારે જે કહેવું છે, તે આવી કઠોર રીતે કહેવાની શી જરૂર છે રે ?”
આપણી વચ્ચેની આ વાતચીત હવે છેલી જ છે; હવેથી તમે તમારી મેળે આનંદથી ખાજે.પીજે-જીવજે. આપણે જીવનનો એ હેતુ હતો, તે હવે પાર પડ્યો છે. આજથી માંડીને આપણું ભૂતકાળ વિષે મારા હોઠ ચૂપ થઈ જશે. કાલે જે લગ્ન રૂપી ભયંકર દુષ્ટતા હું અચરવાની છું, તેમાં તમે લીધેલા ભાગની હું હંમેશને માટે તમને ક્ષમા આપી દઉં છું. મેં એમાં જે ભાગ ભજવ્યો હોય, તેની ઈશ્વર મને ક્ષમા બક્ષે !”
આટલું કહી એડિથ માને “ગૂડ નાઈટ” કહી પોતાના કમરામાં આવી ગઈ. પણ ત્યાં એકલા પડયા પછી તેને કશો જંપ વળવાને ન હતો. તેના અંતરમાં તુમુલ ઘમસાણ મચી રહ્યું હતું. કેટલાય વખત સુધી તેણે આમથી તેમ આંટા માર્યા કર્યા. છેવટે ન રહેવાયું, ત્યારે તે ફૉરન્સ સૂતી હતી તે કમરામાં દાખલ થઈ
એક ઝાંખે દીવ ટમટમતો હતો. અને ઊંઘતી ફલેરન્સનું નિર્દોષ – મુગ્ધ મુખ એમાં પ્રકાશમાં પૂર બહારમાં ખીલી રહ્યું હતું. એડિશન “વાસ થંભી ગયો. તે જાણે અવશપણે ફરન્સ તરફ ખેંચાવા લાગી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org