________________
લગ્નની આગલી રાત જાઉં અને પાછી આવું, ત્યાં સુધી તમારે આ ઘરમાં રહેવાનું છે.”
“આ ઘરમાં એકલાં જ રહેવાનું છે, એટલે ?”
એ વાક્યનો અર્થ તમે બરાબર સમજ છે; તમારે ફરન્સને તમારી સાથે રાખવાની નથી; અને જો તમે રાખવાની જરા પણ પેરવી કરશે, તો સમજી રાખજો કે, કાલે ચર્ચમાં જ હું લગ્ન કરવાની ના પાડી દઈશ.”
માએ હવે ભયગ્રસ્ત નજરે દીકરી સામું જોયું.
આપણે જેવાં છીએ તેવાં બસ છીએ. પરંતુ હવે તમારે હાથે બીજી બાળકીના યૌવન અને સતને મારી કક્ષાએ નીચે ખેંચી લાવવા નહીં દઉં,–ફૉરન્સના નિર્દોષ, મુગ્ધ સ્વભાવને તમારે હાથે હું હરગિજ ભ્રષ્ટ-નષ્ટ થવા દેવાની નથી. ફૉરન્સ તેને ઘેર જશે જ જશે.”
“ તું મૂરખ છે છોકરી ! ફૉરન્સ પરણીને એ ઘર છોડી નહીં જાય, ત્યાં સુધી તને તારા નવા ઘરમાં જરાય શાંતિ મળશે, એમ તું માને છે ?”
g ઘરમાં મને શાંતિ કે સુખ મળવાની જરાય આશા છે કે નહિ, તે તો તમારી જાતને જ પૂછો ને !”
હું ? આટઆટલી મહેનત-મથામણ પછી, મેં તારે માટે સ્વતંત્ર સધ્ધર જીવન ઊભું કરી આપ્યું, ત્યારે તું મને સંભળાવવા બેઠી છે કે, ત્યાં તને સુખશાંતિ મળવાનાં નથી; તથા મારી સોબત કોઈ છોકરીને માટે નુકસાનકારક છે, હૈ?”
જ મારી જાતને ઘણી વાર પૂછયું છે કે, જે તમે બચપણમાં મારે સ્વાભાવિક વિકાસ થવા દીધો હોત, તો હું અત્યારે છું તેના કરતાં કેટલી જુદી બની શકી હોત !”
માએ હવે, એડિથ સામે ગુસ્સો કરે નકામો માની, માત્ર પોતે લાંબા સમય જીવતી રહી છે એ જ ખેરું થયું છે – જમાનો કે બદલાઈ ગયો છે કે સગી છોકરી તેની દુશમન બની રહી છે– માબાપ પ્રત્યેનું પણ આજકાલ છોકરાં કયાં સમજે છે-ઈ. રાણું રડવાં શરૂ કર્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org