________________
- ઉપસંહાર બંને એક ડ્રોઈગ રૂમ આગળ આવ્યાં, ત્યારે પિત્રાઈ ફિનિક્સ પણ બહાર જ ઊભા રહ્યા. તેમણે ફલોરન્સને બારણું ઉઘાડી એકલી જ અંદર જવા વિનંતી કરી.
ફૉરન્સ એક ક્ષણ આનાકાની કરવા રહી, એટલામાં પિત્રાઈ ફિનિકસે એ બારણું ઉઘાડીને બહારથી જ પકડી રાખ્યું. અંદર એક બાનુ ટેબલ ઉપર માથું ઢાળી દઈને બેઠેલી હતી. તેણે જેવું માથું ઊંચું કરીને ફર્લોરન્સ તરફ જોયું કે તરત તે છળીને બોલી ઊઠી, “ભલા ભગવાન આ શું !”
ના, ના !” ફરન્સ પેલીને ઊભી થતી જોઈ, તેને રોકવા હાથ લાંબો કરીને બોલી ઊઠી, “મમા ”
બંને જણ એકબીજા સામે જોઈને સ્થિર ઊભાં રહ્યાં. ફરન્સ પહેલી ભાગી પડી. તે બોલી ઊઠી, “મમાં, ખમા ! આપણે આ રીતે શા માટે ભેગાં થવું પડે છે ? તમે મારું કોઈ ન હતું ત્યારે શા માટે મારા પ્રત્યે માયામમતા બતાવ્યાં, જેથી આપણે આ રીતે ભેગાં થવાનું થયું? મારાથી પેલી વાતનો વિચાર પણ થઈ શકતો નથી. હું પપાની રોગ-શયાએથી આવું છું. હવે અમે જુદાં નથી. કદી જુદાં પડવાનાં નથી ! તમે જો તેમની માફી માગવાનું મને કહેવા માગતાં હો, તો હું જરૂર માગીશ. અને મારું કહ્યું માનીને તે જરૂર તમને માફી આપશે. ભગવાન પણ તમને માફી આપો, જેથી તમને શાંતિ પ્રાપ્ત થાય.”
એડિથ કશો જવાબ આપ્યા વિના સ્થિર ઊભી રહી.
“વોટર, જેમને હું પરણી છું – અને અમારે એક પુત્ર પણ છે – તે બારણે ઊભા છે; તે જ મને અહીં લઈ આવ્યા છે. તેમને પણ હું કહીશ કે, તમને પસ્તાવો થાય છે અને તમે બદલાયાં છે. તે પણ પપાને એ વિશે કહેવા લાગશે. એ સિવાય બીજું જે કંઈ કરવાનું હોય તે મને કહો.”
એડિથે ધીમે અવાજે પૂછ્યું, “તારા નામ ઉપર, તારા પતિના નામ ઉપર જે કંઈ બટ્ટો મારે કારણે લાગ્યો હશે, તેની માફી કદી મળશે, ફર્લોરન્સ ?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org