________________
ડા સમય બાદ કરી; અને પછી પોતાની માને પેલી વાત કહેવાનું શરૂ કરવા આગ્રહ કર્યો.
ડેસીએ હેરિયેટ સામે જોઈને કહ્યું, “હું અત્યારે કદરૂપી અને બુઠ્ઠી છું, પણ તે દિવસોમાં હુંય બીજાં જેવી – એડિથની મા જેવી જ કહોને ! – ફૂટડી હતી; અને એડિથના બાપુજીના ભાઈ જ મારા પ્રત્યે બહુ આકર્ષાયા હતા. જોકે, એ એડિથના બાપુજી કરતાં વહેલા ગુજરી ગયા. બંને ભાઈ જેમ બરાબર એકસરખા જ સુંદર અને ઊંચા હતા, તેમ એ બંને ભાઈઓની પુત્રીઓ પણ સરખી જ સુંદર થઈ: એડિથ, અને મારી આ લાડકી ઍલિસ. બંને વચ્ચે ઉંમરમાં એકાદ વરસનું અંતર હશે, બાકી રૂપે ચહેરે તો બંને સરખી જ હતી. પણ હાય, મારી આ ફૂટડી બદલાઈને આવી થઈ ગઈ– ત્યારે બીજી – પેલી એડિથ તો એવી ને એવી જ રહી હશે !”
મા, બધાંને વખત આવ્યે – ઉંમર થયે બદલાવાનું જ છે.”
હા, પેલીની મા (મિસિસ ક્યૂટન) પણ મારા જેવી બુદ્ધી થઈ ગઈ હતી, પણ તે બીજે ઠઠારો કરી, છેવટ સુધી કેવી સુંદર દેખાતી હતી ? પણ તે તો લગ્ન કરેલી બાઈ હતી; જ્યારે મારી સાથે ઍલિસના બાપુજીએ લગ્ન તો કર્યું જ નહોતું. એટલે કંગાલિયતને કારણે હું એક જ ડાકણ જેવી બની રહી. મારી આ મીઠડી પણ મારી પેઠે જ હવે ભૂખે મરીને અને ઘસાઈને આવી થઈ ગઈ. શાથી હું અને મારી દીકરી જ આમ બદલાયાં ? અને પેલાં કેમ ન બદલાયાં ? અરેરે, મારી મીઠડી, મારી એલી ! તારી સાથે આમના ભાઈ જેમ્સ કાકરે પણ લગ્ન ન કર્યું, એટલે જ ને ?”
પછી ચેકેલી હરિયેટ તરફ જોઈને એ બુટ્ટી બેલી, “મારી મીઠડીએ આ વાત જ તમને કહેવા જણાવ્યું હતું. અલબત્ત, આ સગાઈની વાત આ દુનિયામાં કોઈ કબૂલ રાખવાનું નથી જ. કોઈએ જરા પણ કબૂલ રાખી નહિ, તેથી તો મારી અને મારી મીઠડીની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org