SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ મિસિસ પિપચિન કેઈ વાર તો પેલને જાણે મિસિસ પિપચિનનો અભ્યાસ કરવાનું મન જ થઈ આવતું. તેની એકેએક હિલચાલનું તે લાંબે વખત નિરીક્ષણ કરતા. એક વખત મિસિસ પિપચિને તેને પૂછયું, “તું શાનો વિચાર કર્યા કરે છે ?” તમારે.” અને ભારે વિષે તું શે વિચાર કરે છે ?” “તમે કેટલાં ઘરડાં છો તેનો.” તારાથી એવું બધું ન બેલાય; એ અશિષ્ટ કહેવાય.” “અશિષ્ટ ?” હાસ્તો.” પણ વિકામ કહે છે કે, તમે બધાંનાં દેખતાં સારું સારું ખાવાનું એકલાં જમી જાઓ છે, તે પણ અશિષ્ટ કહેવાય.” “વિકામ તે હરામખોર કાળ-મુખી બિલાડી છે. “એમ કેમ ? તે તો માણસ છે.” “જે સાંભળ; આમ સામા સવાલ પૂછયા કરવા સારા નહિ. તારા જેવો એક નાનો છોકરો હતો, તે એનાં માબાપ કશું કહે ત્યારે સામા સવાલો પૂછયા કરતો. એક વખત હડકાયો સાંઢ સામે આવતો હતો ત્યારે તેની માએ તેને જલદી દોડી જવા કહ્યું, ત્યારે તે “કેમ દોડી જવાનું” એ સવાલ પૂછવા ઊભો રહ્યો. એટલામાં પેલા સાંઢ આવી તેના પેટમાં શીંગડું ખસી ઘાલ્યું, અને તે લોહીલુહાણ થઈને મરી ગયો, સમજ્યો ?” પણ, સાંઢ જે હડકાયો હોય, તો તેને ખબર કેવી રીતે પડે કે આ છોકરે સવાલો પૂછયા કરનાર છોકરે છે ?” તે શું મેં આ વાત કહી, તે ખોટી છે, એમ તે કહેવા માગે છે ?” હા, બેટી છે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005192
Book TitleDombi and Son
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahakari Mandir Ahmedabad
Publication Year1966
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy