________________
૨૪૨
ડેબી એન્ડ સન શોધખોળ કરવામાં માથું રાખી નથી, પરંતુ મારી આંખ કે મારા કાન તેની ઉપર તે દિવસથી કદી પડ્યાં નથી.”
પણ ભલા ભગવાન, મિસ ડેબીને એ વાતની કશી ખબર નથી...”
પણ શા માટે તેમને આવા માઠા સમાચાર મારે જણાવવાય જોઈએ ? બુઠ્ઠા સેલ જિલ્સ ઉપર તેમને ખૂબ ખૂબ ભાવ હતા – કે ભાવ એનું નામ પાડવાની શી જરૂર છે? તમે તો મિસ ડેબીને ઓળખે જ છે ને ?”
“હા, હા, ઓળખું જ છું, વળી.”
અને તમે તેમના તરફથી જ આવો છો ને?” હું એમ માનું છું.”
તો તો તમે એક દેવદૂત તરફથી આવ્યા છે, એમ માનજે. તેમના જેવો બીજે દેવદૂત કેઈ નથી, એ જાણતા જ હશો.”
હું એમ માનું છું – ” એટલું કહેતાંકને મિટ્રસે અણધાર્યા જ ઊભા થઈ કેપ્ટનને હાથ ભાવપૂર્વક પકડ્યો અને કહ્યું,
મારી ઈજજતના સોગંદ, તમે તમારું ઓળખાણ મને વધારવા દેશેતો હું ખૂબ આભારી થઈશ. મારે તમારા જેવા મિત્રની બહુ જરૂર છે. નાનો પલ ડોમ્બી બુટ્ટા ક્લિંબરની સંસ્થામાં ભણવા રહ્યો હતો, ત્યારે હું હું તેનો મિત્ર હતોઅને તે જે હજુ જીવતો રહ્યો હોત, તો મારે મિત્ર રહ્યો હોત. ચિકન માણસ ઠીક છે – બહુ ચાલાક છે, એમ બધા કહે છે- જોકે મને પોતાને એના બધા ગુણોનો પરિચય નથી. પણ એ કંઈ સર્વાગ સંપૂર્ણ ન હોઈ શકે – ખરે જ મિસ ડેબી દેવદૂત જ છે. જે ક્યાંય દેવદૂત જેવી ચીજ હશે, તો તે મિસ ડોમ્બી જ હશે. હું હંમેશ એમ જ કહેતો આવ્યો છું; પણ તમેય એ વાત જાણે છે, એટલે તમારો પરિચય મને વધારવા દેશે તો હું તમારો ઘણો આભારી થઈશ. જો કે, અત્યારે હું આવ્યો છું, તે મિસ ડાબી તરફથી નહીં– પણ સુસાન તરફથી; તમે તેને ઓળખો છોને?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org