________________
२८६
ડી એન્ડ સન બંઝબી જેવા ભવિષ્ય ઋષિઓ ફુરણું થાય ત્યારે જ કશી હિલચાલ કરે. એટલે દરિયાઈ મુસાફરીએથી પાછા આવ્યા બાદ દારૂના પ્યાલાઓની ભરમાર વચ્ચે જ્યારે તેમને કેપ્ટન કટલના પત્રની યાદ આવી, ત્યારે પોતાના નોકર મારફતે તેમણે કહાવી મોકલ્યું કે, તે પોતે આજે સાંજના આવશે.
કેપ્ટન કટલે તેમના આગમન માટે બધી તૈયારીઓ કરી રાખી. પછી જ્યારે તે દૂરની દુનિયાની કોઈ વસ્તુ જ એકસાઈથી નિહાળી રહ્યા હોય તેવી સ્થિતિમાં આવી પહોંચ્યા, ત્યારે કેપ્ટન કટલે તેમનું હાર્દિક સ્વાગત કરી, શા માટે તેમને બોલાવ્યા છે એ વાત ટૂંકમાં જણાવી. પણ પોતે તેમને બેલાવવાનો આગ્રહ શા માટે રાખ્યો તે જણાવતાં આગળ ઉમેર્યું કે, “આ જ મકાનમાં પહેલાં મેં પૂછેલા પ્રશ્નના જવાબમાં હીરા જેવો ચળકતો જે અભિપ્રાય તમે આપ્યો હતો, તે શબ્દશઃ ખરે પડ્યો છે.” (પૃ. ૧૮૪.)
બંઝબીએ કેપ્ટન કટલની એ શ્રદ્ધાંજલિના જવાબમાં ગૂઢ ભાષામાં જણાવ્યું, “કેમ પણ? શા માટે ? એમ કેમ ન હોય ? તેથી કરીને.”
કેપ્ટન કટલે હવે બંઝબીની રજા માગીને પિલું પાકિટ ખેલ્યું. તેમાંથી બે કાગળો નીકળ્યા. એક ઉપર લખ્યું હતું: “સોમન જિલસનું છેવટનું વિલ અને વસિયતનામું.” અને બીજા ઉપર લખ્યું હતું : “નેડ કટલ માટે.”
બંઝબી દરિયા પાર આવેલા ગ્રીનલેન્ડના કિનારા ઉપર આંખે. માંડીને રેડ કટલ ઉપરના કાગળનું વાચન સાંભળવા લાગ્યા.
વહાલા કટલ, મારા વહાલા દીકરાના સમાચાર મેળવવા માટે હું વેસ્ટ ઈન્ડિઝ જવા ઊપડી જાઉં . તમારાથી આ વાત ગુપ્ત રાખી હતી તેનું કારણ એ હતું કે, કાં તો તમે મને મારો એ પ્રવાસ બંધ રખાવવા પ્રયત્ન કરે, અથવા મારી સાથે આવવા તૈયાર થાઓ. તમે આ કાગળ વાંચવા પામશો ત્યારે કદાચ હું મરણ પામ્યો હોઈશ; એટલે તમે મારા આ સાહસને વધુ સહેલાઈથી માફ કરી શકશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org