________________
૩૦૭
કૌટુંબિક સંબંધ મારી પાછળ પડયા હતા, તે વખતે, લગ્ન બાદ હું છું તે કરતાં તમને વધારે મળતાવડી દેખાઈ હતી ખરી ? અત્યારે વર્તે છે તે કરતાં હું કદી તમારી સાથે જુદી રીતે વર્તી છું ?”
“આવી ચર્ચામાં ઊતરવું તદ્દન નકામું છે, મેડમ.”
તમે શું એમ માનીને મને પરણ્યા છો કે, હું તમને ચાહું છું ? હું તમને નથી ચાહતી એ જાણવાની પણ તમે દરકાર કરી છે ? તમે કદી મારા તુચ્છ હદયને જીતવા પ્રયત્ન કર્યો છે ? આપણે જે સોદો કર્યો, એમાં તમારે પક્ષે કે મારે પક્ષે કદી એ જાતનો ઢગ કરવામાં આવ્યો હતો ?”
“આ બધા પ્રશ્નો તહ્ન અપ્રસ્તુત છે, મેડમ.”
આટલું કહી મિડોમ્બી ચાલ્યા જતા હતા, તેમને રોકવા ઝટ એડિથ બારણુ વચ્ચે જઈને ઊભી રહી.
તમારે એકેએક પ્રશ્નનો જવાબ મને આપવો પડશે. હવે તમે મને એ કહે કે, જે હું તમને ભક્તિભાવથી પ્રેમ કરતી હોત, તે તમે હમણું માગ્યું તેમ મારી સમગ્ર આકાંક્ષાઓ અને જીવન તમને આપ્યા વગર રહી શકત ? મારા હૃદયની તમે ઈષ્ટ મૂર્તિ બન્યા હોત, તો તમારે મારી પાસેથી કશી વસ્તુ આમ માગવી પણ પડત? ”
કદાચ ન માગવી પડત.” તેણે ટાઢાશથી જવાબ આપ્યો.
પણ હવે તમે જાણો છો કે, તમે મારે પ્રેમ સંપાદન કર્યો નથી, અને મેં મારું હૃદય તમને અપ્યું નથી. છતાં જો તમે મને અપમાનિત કરીને, લાંછિત કરીને, મને નમાવવા કે આજ્ઞાંકિત બનાવવા પ્રયત્ન કરશે, તો તમે સફળ નીવડશો એવી તમને આશા છે?”
મિ. ડોબીએ તુચ્છકારદર્શક માત્ર હુંકાર કર્યો. તેમને જેવા માણસ એક સ્ત્રીને નહિ નમાવી શકે, એમ એમને પૂછવું, એ તેમના જે તવંગર માણસ દશ હજાર પાઉડ ઊભા કરી શકશે કે કેમ, એમ પૂછવા જેવું હાસ્યાસ્પદ હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org