________________
૪૧૨
ડેબી ઍન્ડ સન અરેરે, મિસિસ બ્રાઉન, તમે ઘરડાં થઈ મરવાનાં થયાં, તો પણ તમારી આવી બધી વાતની ઇંતેજારી કેવી ભારે છે? મૂકીને પંચાત ! ”
જે બેટા રેબ, તને એ બધી વાત મને સંભળાવતાં શું વાંધે નડે છે? મેં અને તે કેટલી બધી ગુપ્ત વાતો નથી સાચવી જાણું ? તેં કરેલી ચેરીઓની —”
અરે, અરે, એ બધું યાદ કરવાની શી જરૂર છે, ડેસીમા ? તમે મને એટલું જ પૂછયું ને કે તે બે કયાં ગયાં અને કેવી રીતે ગયાં? તેને તદ્દન સાચે અને આખરી જવાબ એ જ છે કે, તેઓ બંને કયાંય ગયાં જ નથી.”
ડેસી હવે ઘૂરકવા લાગી. તરત જ બે ખુલાસો કર્યો કે, “પણું તે બંને સાથે ગયાં નથી, એટલે હું એમ જ કહું ને ? અને તમે પૂછયું કે, તે હસતી હતી કે નહિ, તો તેને જવાબ એ છે કે, તે તો ધૂણુકાની પેઠે અક્કડ બેસી જ રહી હતી. પણ ડોસીમા, જે તમે મારી પાસેથી મને મારી નાખીને - મારા ટુકડા કરીને પણ – બધી જ વાત કઢાવવાનાં હો, તો પહેલાં તમે આકરામાં આકરા સોગંદ ખાઓ કે, તમે મારી પાસેથી સાંભળેલી વાત વાને કી નહિ કહે !”
ડેસી જેસુઇટ-પંથની હતી; એટલે સોગંદ ખાય તો પાળે જ; પરંતુ તેને તે બીજા ઓરડામાં સંતાયેલા મિત્ર ડોમ્બીને બધું માત્ર સંભળાવવાનું જ હતું – કહેવાનું હતું જ નહિ, એટલે તેણે તરત સોગંદ ખાધા. હવે બે વાત શરૂ કરી –
“હું અને તે બંને સાઉધેપ્ટન ગયાં ત્યાં સુધી તે અક્કડ જ બેસી રહી હતી. રાતે પણ અને સવારના પણું. પછી તો તેને જહાજ ઉપર ચડાવી દઈ હું પાછો આવ્યો. બસ, વાત પૂરી થઈ ડેસીમા ! હવે રાજી થાઓ !”
ના, ના બ બેટા, હજુ તારા માલિકનું શું થયું તે તે કહેવાનું રહ્યું ને? અને તે પેલીને ક્યાં ભેગા થયા?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org