________________
२४३
કંટન ઍડવર્ડ કટલનાં વધુ પરાક્રમે ૨૯૩ કેપ્ટન, તમારે મારાં કબૂતર જોઈએ છે, સાહેબ ?”
ના, બેટા.” “કારણ કે, મારાં કબૂતર મારે કાઢી નાંખવાં છે.” કેમ, કેમ ?” કારણ કે, હું જાઉં છું.” કયાં જાય છે ?”
તમને શું ખબર નથી કે, હું તમારી નોકરી છોડીને જાઉં છું ? હું તો માનતો હતો કે, તમને ખબર હશે; પણ તમને ચેતવણી આપવી જોઈએ એમ માનીને જ કહું છું કે, કાલ સવાર સુધીમાં જેમ બને તેમ જલદી તમે નવો માણસ શોધી લેશે, તે આભાર થશે.”
એમ? તું તારા જહાજનો વાવટે છોડીને ચાલ્યો જવા માગે છે?” કૅપ્ટન કટલે આંખે ફાડીને કહ્યું. ,
વાહ! તમે કોઈ પણ કાયદેસર નોટિસ આપીને છૂટો થવા ઇચ્છતો હોય, તેય તેની સામે આંખો કાઢવાના અને ઘુરકિયાં કરવાના, ખરું ? હું નોકર હોઉં, અને તમે શેઠ હો, તેથી તમને એમ ઘુરકિયાં કરવાનો અધિકાર મળી જાય છે? મેં તમારે શું ગુને કર્યો છે તેનું નામ પાડશો? કાયદેસર નોટિસ આપવાને મારો હક છે, ગુનો નહિ, સાહેબ. મેં શું કંઈ તમારી મિલકત ચોરી છે, કે તમારા ઘરને આગ લગાડી છે કે શું કર્યું છે ? કશું કર્યું હોય તો નામ પાડાને. હું તમારે નોકર હોઉં ને મારી નોકરી મેં વફાદારીથી બજાવી હેય, અને પછી મને તમારી નોકરી કરવી ફાયદાકારક ન લાગે, તે માટે તેને હું કાયદેસર છેડી દેવા ચાહું, એ કંઈ મારો ગુનો થઈ ગયો ? વફાદારીથી નોકરી બજાવવાનું આ જ પરિણામ ? આમ જ લોકોને બગાડી મૂકવામાં આવે છે, અને તેમને ખોટે માર્ગે જવાની ફરજ પાડવામાં આવે છે. કેપ્ટન, મને તમારી વર્તણૂકથી આશ્ચર્ય થાય છે. હું આભો થઈ ગયો છું, સાહેબ.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org