SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૪ ડી એન્ડ સન છે કે, આપણું મિત્ર કેમ્બી આ ખેદભર્યા પ્રસંગ અંગે મારાં આ મંતવ્યની યથાયોગ્ય કદર કરશે.” મિ. ડબ્બી એ વાતના જવાબમાં પણ હકારસૂચક સંજ્ઞા કરે છે. તો ડેપ્શી, આપણું મિત્ર ફિનિક્સની જે વકતૃત્વશક્તિ છે, તેને બુદ્ધો–જો કદી પહોંચી શકે એમ નથી; છતાં તે પિતાની નક્કર ભાષામાં એટલું તો કહી દેવા માગે છે કે, દુનિયા આ બાબત અંગે કંઈક નકકર અભિપ્રાયો ધરાવે છે અને તેને સંતોષ આપવો જોઈએ.” “હું જાણું છું.” હાસ્તો, તમે ન જાણે, એ બની શકે જ નહિ. છતાં બેંગસ્ટકવંશમાં બધું મોઢામોઢ બેલી બતાવવાની ટેવ છે, એટલે હું કહી દઉં છું કે, ઘા માનસને સીધે તે કરવો જ જોઈએ – અને એ બાબતમાં તમારા મિત્ર તરીકે બહુમાન ધારણ કરનાર બુઢ્ઢો જે. બી. તમારી પડખે ઊભવા તૈયાર છે.” મેજર, હું તમારી આ ઓફર માટે આભારી છું. અને જ્યારે એ વખત આવશે, ત્યારે હું જરૂર તમારી મદદ માગીશ.” “પણ એ બદમાશ ક્યાં છે, એની ભાળ મળી છે ખરી ?” ના, હજુ નથી મળી.” “પણ એ મેળવવા તરફ કશી પ્રગતિ થઈ છે ખરી ?” “મેજર, અત્યારે મને વિશેષ વિગત ન પૂછશે. પણ હમણાં જ તેની ભાળ મળવા અંગે કશીક શક્યતા દેખાય છે ખરી. પરંતુ એ શક્યતા એવી અસાધારણ જગાએથી ઊભી થઈ છે કે, ત્યાંથી મળેલા સમાચાર સાચા નીવડે કે ન પણ નીવડે; એટલે એ અંગેનો મારે ખુલાસો અહીં જ પૂરો થાય છે, એમ ગણી લેજે.” પણ એટલી શક્યતા પણ ઊભી થઈ છે, એ જાણું મને ખૂબ આનંદ થયો છે; અને બુટ્ટો–જે.બી. તમને એ બદલ અભિનંદન આપે છે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005192
Book TitleDombi and Son
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahakari Mandir Ahmedabad
Publication Year1966
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy