________________
ર૭૯
સુખી જોડું તું જે કહે છે, તે અલબત્ત મેં જોયું છે. એ કેટલું સાચું છે, તે હું જાણું છું. પરંતુ આ પૃથ્વી ઉપર તને એ વસ્તુ સુધારી આપવા માટે કે તે સુધારવામાં મદદ કરવા માટે મારા જેટલું બિન-લાયક બીજું કોઈ નહિ હોય. શાથી એમ છે, એ કદી ન પૂછીશ; તેમ જ મારા પતિ વિષે પણ મને કદી વાત ન કરીશ. એ બાબતમાં આપણું બે વચ્ચે એક મોટો આંતરે કે કબર જેવી ચુપકીદી જ રહેશે.”
આટલું બેલી એડિથ એકદમ તે કમરાની બહાર ચાલી ગઈ
પછી મોડી રાતે ફૉરન્સ સૂઈ ગઈ હતી, ત્યારે તે પાછી આવી અને અંગીઠી પાસે જ બેસી રહી. દરમ્યાન ઊંઘમાં ફલેરન્સને પિતા વિષે, એડિથ વિષે, કેવાં કેવાં દુ:સ્વપ્નો આવ્યાં! અને છેલ્લા સ્વપ્નમાં તો એડિથને એક ઊંડી કબરને તળિયે મરેલી પડેલી જોતાં તે ચીસ પાડી ઊઠી. તે વખતે એડિથ પાસે આવી, તેની પથારીમાં બેસી, તેને શાંત પાડવા થાબડયા કરી. પછી સવારના અજવાળામાં જ્યારે તેને ફરજો પોતાના ઓરડાની બહાર જતી જોઈ, ત્યારે તેણે આંખે ચાળીને એ જાણવા પ્રયત્ન કર્યો કે, ખરે જ પિતે જાગે છે કે સ્વપ્ન જુએ છે! પણ એ સ્વપ્ન ન હતું. એડિથ છેક સવાર થયે જ ફરન્સના કમરામાંથી ચાલી ગઈ હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org