________________
મિ॰ ટ્રેટ્સ જાન ઉપર આવી જાય છે
૩૧૧
'
ખરી વાત છે, ખાતુ, ખરી વાત છે; ભગવાન તમારું ભલું કરે. મને છ પેન્સ વધુ આપે; કારણ કે, તમે પણ પેાતાની દીકરીનું
23
ભલું વાંનાર સારાં મા લાગેા છે.
te
“હા, અને દીકરીનું ભલું તાકવા બદલ જ તારી પેઠે મને પણ દલામાં ઘુરકિયાં જ મળે છે.”
આ પછી બંને મંડળીએ પેાતપેાતાને માર્ગે આગળ ચાલી. એડિથ અને પેલી જુવાન ખાઈ વચ્ચે એકાદ સવાલ-જવાબ પછી વિશેષ એક શબ્દ પણ ઉચ્ચારાયે! ન હતેા. પરંતુ પેલી યુવતી આગળ ચાલ્યા પછી પાછી વળીને ગણગણી, “તું બહુ સુંદર છે; પરંતુ સુંદરતા આપણને બચાવી શકતી નથી. તું બહુ અભિમાની છે; પરંતુ અભિમાન પણ આપણને બચાવી શકતું નથી ! આપણે ફરીથી મળીએ, ત્યારે એક બીજાને વધુ ઓળખવાની જરૂર છે.”
''
૪૦
મિ॰ ટ્સ જાન ઉપર આવી જાય છે
૧
ફ્લોરન્સ બ્રાઇટનમાં આવ્યા પછી, વારંવાર દરિયાકિનારે પેાતાના નાનકડા ભાઈ પૅાલ સાથેનાં સંભારણાં યાદ કરતી અવારનવાર ફરવા નીકળતી.
મિ॰ ટ્રેટ્સે પણ તેની પાછળ પાછળ બ્રાઇટન મુકામે પેાતાના કેંમ્પ નાખ્યા હતા; અને ફ્લારન્સ ફરવા નીકળે ત્યારે દૂર રહ્યા રહ્યા તેને નિહાળવાના આનંદ તે માણુતા, તેમને બૉડી-ગાર્ડ ચિકન અત્યારે તેમની સાથે બ્રાઇટન આવ્યા નહેાતા; તે એક બૅક્સિંગ-મૅચમાં ઊતરવાની તૈયારીમાં લાગ્યા હતેા.
ધીમે ધીમે મિ॰ ટ્રુટ્સ હિંમત ધારણ કરવા લાગ્યા. અને એક વખત અચાનક આવી ચડયા હેાય તેમ લારન્સની સામે જઈ તેમણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org