________________
મિસિસ ચિકની આંખ ઊઘડે છે
૨૨૩
આજે મારી આંખેા કેવી ઊઘડી ગઈ... કેવી ખળાકારે ઉઘાડી નાખવામાં આવી ! ’”
“શી વાત છે, ડિયર ? ” મિ॰ ચિકે હવે પૂછ્યું.
<<
અરે, મારા ભાઈ સાથે લગ્ન કરીને અમારા ડેમ્ની કુટુંબમાં પેસવાની આ મિસ ટૅક્સની ધારણા હતી, એવી કલ્પના પણ કાઈને આવે? અરે, પાલને રમાડતી વખતે તેના મનમાં તેની મા થઈ તે આવવાને વિચાર રમતા હતેા, એમ કાને વહેમ સરખા પણ હાય? તેના મનમાં આવા આવા વિચાર! રમતા હતા, અને હું આંધળી તેને સીધી મારા ભાઈના ઘરમાં હાથ પકડીને દેરી ગઈ! તે મૂરખીને કદી વિચાર પણ ન આવ્યે! કે, એવી ધારણા રાખવાની તેને કેવી કોર સજા એક દિવસ વેઠવી પડશે ! ’
ઃઃ
પણ ડિયર, હું પણ આજ સુધી · અત્યાર સુધી એમ જ માનતા હતેા કે, તું એને એ રસ્તે જ દોરી રહી હતી; તથા તારા મનમાં એમ જ હતું કે, એ મિસ ટૉક્સ, મિસિસ ડામ્બી બની રહે તે! તને મિ॰ ડામ્બીના ઘરમાં ઘણી સગવડ થઈ જાય ! ”
મિ॰ ચિક આટલું ખેલે ખેતી જ વાર હતી; તરત જ મિસિસ ચિક દગાબાજ દુનિયાની હૃદયહીનતાથી અભિભૂત થઈ ને ચાધાર આંસુએ રડી પડયાં, અને એલી ઊઠયાં, આના કરતાં તે તમારા ખૂટની એડી નીચે મને આખી ને આખી છૂંદી નાખેા ને ! પણ મારું સદ્ભાગ્ય, કે આજે મેં એ રાંડ સાથેને સંબંધ ખતમ કરી નાખ્યા છે, અને હું તથા મારા ભાઈ એ રાંડનાં કરતૂત્તાથી વધુ છંદાતાં બચી ગયાં. ભગવાન અમારી મદદે છે, ભલે તમારા જેવા ગમે તેમ કહે અને ઇચ્છે, તે પણ ! '”
Jain Education International
<<
For Private & Personal Use Only
www.jainelibrary.org