SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ ડોબી ઍન્ડ સન “તું પેલા બિચારા કાર્યરની વાત કરે છે ? એ માણસ તે મને બહુ નમ્ર અને અનુકૂળ લાગ્યો. અને ધારો કે, તેના પ્રત્યે તને વિશ્વાસ મૂકવા જેવું ન લાગતું હોય, કે તેની સાથે વર્તવામાં સ્વમાન જેવું ન લાગતું હોય, તો પણ તેથી તારા ઘરસંસાર ઉપર તેની શી અસર પડવાની વારુ?” ૨૮ નવી મા ! જર બાનેંટ સ્કટલ્સના કુટુંબમાં આદરભરી અને પ્રેમભરી મહેમાનગત પામીને ફલોરન્સ સુસાન નિપર સાથે પોતાના પિતાને ઘેર પાછી ફરવાની થઈ. પિતાને ત્યાંથી ગેરહાજરીને આ લાંબા ગાળા દરમ્યાન મિત્ર કાર્ટર ફલેરન્સની બીજી બે મુલાકાત લઈ ગયા હતા. દરેક વખતે તે આવીને એક જ સમાચાર આપી જતા કે, પેલા “સન એન્ડ એરે” જહાજના કાંઈ જ સમાચાર નથી, અને તેના માઠા સમાચાર માટે જ તૈયાર રહેવું જોઈએ. અલબત્ત, ફલેરન્સને એ જહાજના સમાચાર બાબત છે રસ હોઈ શકે, એ અંગે મિ. કાર્કરની શી કલ્પના હશે, તે ફલેરન્સ વિચારી શકતી નહોતી; તેમ જ જહાજના સમાચાર ફલેરન્સને આવી ચીવટથી અને આવી ગંભીરતાથી આપી જવાનો તેમનો અધિકાર પણ ફલેરન્સને સમજાતો નહોતો. સુસાન ફૉરન્સને એટલું કહી શકતી હતી કે, મિ. કાર મિત્ર ડાબીને વિશ્વાસુ તથા જમણે હાથ જેવો માણસ છે. શહેરમાં મિત્ર ડોમ્બીનો જે વેપાર-ધંધો ચાલે છે, તેનો બધો દોર તેના હાથમાં છે, – તે જ બધું સંભાળે છે એમ કહોને ! મિ. ડોમ્બી એ માણસને સૌથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005192
Book TitleDombi and Son
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahakari Mandir Ahmedabad
Publication Year1966
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy