________________
મિ દુશ્મની ફરિયાદ
૩૮૭ ગણવાના. પરંતુ ભગવાન ન કરે, ને તે મરી ગયા હોય તો પણ, તેમને વિષે કંઈક સમાચાર – તેમના મરી ગયાના સમાચાર પણ– તમને મળે જ. કારણ કે, તેમના મરણના સમાચાર તમને પહોંચે એવી વ્યવસ્થા પણ તેમણે કરી જ રાખી હોય તેમને બચ્ચો કૂચ્યો સરસામાન પણ તમને પહોંચાડવાની કંઈક વ્યવસ્થા તેમણે કરી જ રાખી હેય.”
કેપ્ટન કટલ, વોલ્ટરની આ દલીલથી એટલા બધા પ્રભાવિત થયા કે, તેમણે તરત જ વોટરની વિચારસરણીને વધાવી લીધી. વેટરે આગળ ચલાવ્યું –
એટલે ગઈ રાતથી મને એ જ વિચાર આવ્યા કરે છે કે, મારા કાકા હજુ જીવતા છે, અને ગમે ત્યારે પાછા આવી રહેશે. મારી શોધમાં મારી પાછળ એ નીકળી પડયા, એ તો સમજી શકાય તેવી વાત છે. કારણ કે, મારા ઉપર તેમને ખૂબ જ પ્રેમ હતો; તથા તેમણે મને કહેલી વાતમાં પણ એમ આવતું, તથા મેં દરિયાઈ વાતોમાં એવું વાંચ્યું પણ છે કે, કેઈ સગું દરિયાના તોફાનમાં જહાજ સાથે ડૂબી ગયેલું મનાતું હોય, તો એ જહાજનું કઈ જ બચ્યું નથી એવી ખાતરી કરી, રોજની આશા-આશંકાની આગ હૈયામાંથી બુઝાવવા પણ, લોકો એવા કિનારા ઉપર જઈને વસવાટ કરે છે, કે જે તરફ એ જહાજનો કોઈ બચી ગયેલે માણસ કે જહાજનો ભંગાર તણાઈ આવે. મારા કાકા જરૂર એ તરફના કાઈ ટાપુ ઉપર જઈને રહ્યા હોવા જોઈએ તથા અમારા ડૂબેલા જહાજના કંઈ ને કંઈ સમાચાર મેળવવાની કોશિશમાં પડ્યા હોવા જોઈએ. એટલે એ આખા સમય દરમ્યાન મારા કાકા તમને કંઈ જ ન લખે, અથવા તેમને વિષે તમને બીજું કાઈ ન લખે, એ બનવું મને અસંભવિત લાગે છે. જે મારા કાકા તદ્દન બેદરકાર માણસ હોત, તો તો ત્યાંના વસવાટ દરમ્યાન કોઈને કોઈ લેકે તેમના પૈસા પડાવી લેવા ખાતર પણ તેમને ખતમ કરી નાખે, એમ માની શકાય; પણ મારા કાકા મને જે જે વાતો કહેતા, તેમાં આવાં જોખમે સામે રાખવાની સાવચેતીની વાત પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org