________________
ભાગેડુ
૪રપ પેલામાં ચાલ્યા ગયા એટલે મેંરે પાછળ જઈ દાદર ઉપરનું મુખ્ય બારણું અંદરથી રાત પૂરતું બંધ કરી દીધું.
એડિથ બારણાને અંદર બંધ કરવાના અવાજને સાંભળી રહી. મેંર એક પછી એક બધાં બારણું બંધ કરતા આવતા હતા. એડિથે ટેબલ ઉપરની છરી પોતાની વધુ નજીક ખેંચી લીધી. કાર્કરે અંદર આવીને એકદમ પૂછ્યું –
વહાલી, આખે રાતે એકલાં જ શા માટે આવ્યાં ? એવી કરકસર કરવાની શી જરૂર ? અને તેમાંય મારી સૂચના હોવા છતાં ? ”
પેલીએ કઠોર અવાજે એકદમ પૂછયું, “શું કહ્યું?”
તમારે વચ્ચેથી એક તહેનાતબાનની વ્યવસ્થા કરી જ લેવાની હતી; મેં તમને ખાસ કહ્યું પણ હતું. પણ તમે મનસ્વીપણે જ હમેશ વર્તતાં આવ્યાં છો ! જુઓને, તમે મને આટલા દિવસ તમારી નજીક પણ ન આવવાની અને પરગામ જ રહેવાની શરત કરી હતી, એ કેવી ક્રૂર શરત કહેવાય ? છતાં તમારા જેવા રત્નને પ્રાપ્ત કરવા, એ કિંમત ચૂકવવા પણ હું તૈયાર થયો. અને આજે હવે મારી એ તપશ્ચર્યાનો અંત આવે છે, અને મારા સુખનો સોનેરી સમય શરૂ થાય છે.”
આટલું કહી, તે મીઠું મીઠું હસીને ફરીથી એડિથને આલિંગનમાં સમેટવા નજીક સરક્યો. તરત જ એડિથ ટેબલ ઉપરની છરી હાથમાં લેતીકને તડૂકી ઊઠી –
ખબરદાર, દૂર ઊભો રહેજે ! જે નજીક આવ્યું, તો હું તારું ખૂન કરી નાખીશ.”
પેલો એકદમ ભી ગયો. બંને જણ એકબીજા સામે ફાટી આંખે જોઈ રહ્યાં. થોડી વારે કાર્યર મનામણની ભાષામાં બોલ્યો –
જાઓ જાઓ, આપણે હવે એકલાં છીએ; આવા સતીત્વના દેખાવની જરૂર નથી. હું તેથી કંઈ ડરી જવાનો નથી.”
તો તું શું મને અહીં એકલાપણુની બીક બતાવીને તાબે કરવા માગે છે? પણ તું જાણતો નથી કે, હું અહીં યોજનાસર જ પુરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org