________________
६० ઉપસંહાર
ફર્લોરન્સને કેાઈની મદદની જરૂર હતી જ, અને સુસાનની આવી મદદ આવી મળી, તેથી તેને ખરેખર આનંદ થયો. મિ. ડોમ્બીની સ્થિતિ ખરેખર બહુ નબળી હતી.
ફૉરન્સ હમેશ તેમને પડખે જ ખડી રહેતી. મિ. ડોબી સામાન્યપણે તેને ઓળખતા; જો કે, તે તેને સંબોધીને કશી વાત કરતા, ત્યારે તેમના મગજમાં ગૂંચવાયેલી દશામાં, ભળતા જ પ્રસંગને ઉલ્લેખીને જ વાત કરતા; જેમ કે તે કહેતા, “બેટા, પલ ગુજરી ગયો ! બહુ માઠું થયું. પરંતુ તે તેની મરણપથારીએ બેસી જે રીતે સારવાર કરી હતી, તે બદલ તને ધન્યવાદ આપવાનું હું ભૂલી ગયો, એ વધારે માઠું થયું.” આમ કહી તે રડવા ઉપર જ ચડી જતા. આમ જ્યારે જ્યારે તે વાત કરે, ત્યારે પહેલાં ફરન્સ પ્રત્યે શું નથી કર્યું, તે બદલનું દુઃખ જ વ્યક્ત કરે.
ઘણીય વાર ફલેરન્સ સામી ઊભી હોય તેને જ તે પૂછેઃ “ફર્લોરન્સ ક્યાં ગઈ, વારુ?”
“હું અહીં જ છું, પપા !”
તરત જ મિત્ર ડાબી રડી ઊઠતાઃ “હું તેને કેમ ઓળખી શકતો નથી ? અમે ઘણા વખતથી ટાં પડ્યાં છીએ, એટલે હું તેને ઓળખી શકતો નથી.”
ઘણી વાર તે પિતાના જૂના વેપાર-ધંધા અંગેના વિચારે ચડી જતા; અને અચાનક પૂછતાઃ “પૈસા શી વસ્તુ છે?” અને પછી એ
૪૮૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org