Book Title: Dombi and Son
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Parivar Prakashan Sahakari Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 532
________________ ૪૮૭ ઉપસંહાર પિત્રાઈ ફિનિસ તરત આટલું કહી બારણું બંધ કરી, બહાર ચાલ્યા ગયા. એડિથ ફલોરન્સને પડખે લઈને થોડી વાર ચૂપ બેસી રહી; પછી તેણે પિતાની છાતી આગળ છુપાવી રાખેલો એક સીલબંધ કાગળ કાઢ્યો અને કહ્યું, “મેં મારી જાત સાથે ઘણું ઘણું લડાઈ આદરીને આ કાગળમાં બધું લખી રાખ્યું છે – જેથી કોઈ અકસ્માતને કારણે કે બીજા કોઈ કારણે મારું અણધાર્યું મોત થાય, તો સાચી વાત ક્યાંક તો નોંધાયેલી રહે. જોકે ત્યાર પછી કેટલીય વાર તે કાગળનો નાશ કરવાનું મને મન થઈ આવ્યું છે, પણ કદાચ તારે માટે જ એ બચી ગયું છે. તે તે ઝટ મારી પાસેથી લઈ લે; તેમાં જે સત્ય છે, તે લખેલું છે.” તે પપા માટે છે ?” “જેને તું આપવા ઈચ્છે, તેને માટે એ છે; હું તો તે તને આપું છું; અને તે જ એ મારી પાસેથી મેળવ્યું છે. તારા પપા તો એ કઈ રીતે મારી પાસેથી મેળવી શક્યા નહેત.” બંને જણ હવે ચૂપ બેસી રહ્યાં. અંધારું વધવા લાગ્યું હતું. મમાં,” ફલૅરન્સ હવે કહ્યું, “પપાની બધી મિલકત ચાલી ગઈ છે. તે મરણપથારીએ જ પડ્યા છે; કદાચ બેઠા ન પણ થાય. તો તમારા તરફથી તેમને એકાદ શબ્દ મારી મારફતે કહેવડાવે છે ?” “તે મને એમ કહ્યું ને કે, હવે તું એમને ઘણું ઘણું પ્રિય બની છે ?” હા !” “તો એમને કહે છે કે, તે અને હું આ જીવનમાં કદી પણ ભેગાં થયાં, એ બદલ હું દિલગીર છું.” બસ ?” “જો તે પૂછે તો કહેજે, મેં જે કંઈ કર્યું છે તે બદલ હું જરાય પસ્તાતી નથી; અને આવતી કાલે મારે ફરીથી તેમ કરવું પડે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542