________________
૪૮૬
ડી એન્ડ સન શોધમાં ફ્રાન્સ ચાલ્યો ગયો. તે જડયાં એટલે મેં તેમને મારી સાથે રહેવા આવવા વિનંતી કરી. તે વખતે તેમણે મને એવું કહીને સંમાનિત તથા આભારી કર્યો , હું મારી રીતે સારો માણસ છું, બુદ્દો પણ છું, એટલે બાપ જેવા મારી ઓથ નીચે આવવામાં તેમને બીજો કશે વાંધો નથી. ખરી રીતે તો મારાં સુંદર અને સંસ્કારી પિત્રાણે મારી સાથે આવવા કબૂલ કર્યું, તે મારા ઉપર ઉપકાર જ કર્યો છે, કારણ કે, હું પોતે હવે ખખળી ગયેલ છું, અને તેમની સેાબતથી મને ઘણું ઘણી રીતે ટેકો અને આરામ પ્રાપ્ત થયા છે.
પણ, મને પહેલેથી વહેમ હતો કે, મારી સુંદર અને સંસ્કારી પિત્રાણે જે આ વિચિત્ર પગલું લીધું, તે કંઈ સામાન્ય કારણે તો નહિ જ લીધું હોય; ઉપરાંત, તે પગલું ભરવા છતાં, પાછળ કંઈક બીજું રહસ્ય પણ હોવું જોઈએ, તેમ મને લાગતું હતું. મારા ગમે તેટલા પ્રયત્નો છતાં, મારાં આ સુંદર અને સંસ્કારી પિત્રાણના મોંમાંથી એક શબ્દ પણ હું કઢાવી શક્યો નહિ. પરંતુ પછી મને યાદ આવ્યું કે, મારાં સુંદર અને સંસ્કારી પિત્રાણને મારા મિત્ર ડોમ્બીનાં સુપુત્રી પ્રત્યે ઘણું માયામમતા છે, એટલે જ એ બેની અણધારી મુલાકાત ગોઠવવામાં આવે, તો તેમાંથી કંઈક અણધાર્યું સારું પરિણામ જ આવે. અને તેથી અમે દક્ષિણ ઈટાલી તરફ કાયમનાં વસવા ચાલ્યાં જઈએ તે પહેલમાં લંડનમાં ખાનગી રીતે થોડી વાર માટે થોભ્યાં, તે દરમ્યાન મેં મારા મિત્ર ઑલ્ટર-ગેનું રહેઠાણ શોધી કાઢવા ભારે પ્રયત્નો કર્યા. અને તે એવા ખુશનુમા તથા સરળ સ્વભાવના હતા કે, તેમને મેં બધી વાત કરી એટલે તે એ મુલાકાત ગોઠવી આપવા તરત જ તૈયાર થયા. અને તેનું આ સુપરિણામ આવ્યું, તેથી હું ઘણે રાજી થયો છું. હવે મારાં સુંદર અને સંસ્કારી પિત્રાણને મારી વિનંતી છે કે, જે કહેવાનું શરૂ કર્યું છે તે હવે પૂરું કરે અને જે કંઈ વોટું છે, તે બધું સુધારી આપે – અમારા કુટુંબની આબરૂની ખાતર નહીં, પરંતુ જે ખોટું છે તેને ઠીક કરી લેવા ખાતર જ.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org