________________
૪૭૮
ડેબી ઍન્ડ સન પ્રયત્ન તો કરે; અત્યારે સરસ પવન છે, સઢ ખુલ્લા કરી દે, હું પાછળથી એ બધાંને રોકી રાખીશ.”
પણ બંઝબી જરાય હાલ્યો નહિ.
બંઝબી, એક !” બંઝબી જેમનો તેમ સ્થિર. “બંઝબી, બે !” બે પણ નકામ. *
બંઝબી, ત્રણ! અત્યારે, કે પછી કદી નહિ !”
પણ બંઝબી ત્યારે પણ નહિ કે પછી પણ નહિ,–જરાય હાલ્યો • નહિ અને મિસિસ બૅકસ્ટિકર તેને પરણી જ ગઈ.
કેપ્ટન કટલ માણસની ચડતી પડતીના ખ્યાલમાં વધુ ગૂંચવાઈ એ લગ્નમાંથી પાછા ફર્યા. પોતાના ત્રિકાળજ્ઞાની મિત્ર બંઝબીની થયેલી વલે અને આખા વખત દરમિયાન તેણે એ સ્થિતિમાંથી છૂટવા જરાય પ્રયત્ન કર્યો નહિ એ જોઈ, તેમનું મન વિશેષ ખિન્ન થઈ ગયું.
પરંતુ બુઠ્ઠા સેલ જિસના દુકાન-ઘરે પાછા ફરતા પહેલાં વટર અને ફૉરન્સ જ્યાં જુદું મકાન રાખીને રહેતાં હતાં, અને
જ્યાં મિ. ડોમ્બીને રાખીને તેમની સારવાર કરતાં હતાં, ત્યાં થઈને ગયા વિના કેપ્ટન કટલને ચાલ્યું નહિ. એટલે તે એ તરફ જ વળ્યા.
બારણું બંધ હતાં; એટલે કેપ્ટન કટલને બારણું બહારથી ઠેકતાં વિચાર આવ્યો. પણ અંદર ધીમેથી ગુસપુસના અવાજ આવતા સંભળાયા એટલે તેમણે હળવેથી બારણું થપથપાવ્યું. મિ. સે આવીને બારણું ધીમેથી ઉઘાડયું. તે તેમની પત્ની સાથે હમણું જ બહારગામથી આવી પહોંચ્યા હતા.
સુસાન તો ફલેરન્સના બાળકને હાથમાં લઈ એવા પ્રેમથી અને આનંદથી રમાડવા બેસી ગઈ હતી, તથા સાથે સાથે નીચી વળેલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org