________________
મુખ્યત્વે લગ્ન વિષયક
૪૭૭ બાઈઓ આવતી હતી જેમની વચ્ચે એક પુરુષ હતો; અને છેલ્લી ત્રીજી હરોળમાં મિસિસ મેકસ્ટિંજરને સમગ્ર વંશવેલ હતો.
કેપ્ટન કટલ એ સરઘસ જોઈ એકદમ ભાગી જવાની જ તૈયારીમાં હતા, પણ મિસિસ મેકટિંજરે તરત તેમને ભી જવા બૂમ પાડી અને કહ્યું કે, પોતે પોતાના હાથમાં પકડેલા ઇસમ સાથે લગ્ન કરવા ચર્ચમાં જાય છે; પાછળ પોતાની વધૂ-સખીઓ તરીકે બે બાનુઓ છે, પણ પુરુષ તો એક જ છે (જે એ બેમાંની એક પતિ જ છે); માટે તમારે બીજી બાજુ (વિધવા મિસિસ બેકુમ)ના સાથીદાર તરીકે ચર્ચમાં આવવું.
કેપ્ટન કટલને પોતાની ઉપર તાત્કાલિક કશું જોખમ નથી એ જાણું જીવમાં જીવ આવ્યો, પણ પિતાના ગુરુ બંઝબીનું જીવનભર આ મહિલાને બલિદાન ચડતું જોઈ ચર્ચમાં પહોંચતા સુધીમાં તેમને ભગાડી મૂકવાની તક આપવા માટે તે એ સરઘસમાં વિના આનાકાનીએ જોડાયા.
પરંતુ મિસિસ બેનકુમ, બંઝબીની હિલચાલ પાછળથી તપાસતા રહેવાના કામે જ નિમાયેલાં હતાં. એટલે ચર્ચમાં પહોંચતાં સુધીમાં કેપ્ટન કટલને પોતાના મિત્રને કશું પૂછવાની પણ તક ન મળી. ચર્ચમાં પહોંચ્યા પછી પેલી સ્ત્રીઓ જરા પાદરી જોડે વાતચીત કરવા રહી, તે અરસામાં કેપ્ટન મિત્રને પૂછ્યું: “કેમ દોસ્ત, આ બધું શું છે ?”
બીજું શું ? ભારે વમળમાં સપડાઈ ગયો છું.” “આ બધું તમારી પોતાની મરજીથી કે રાજીખુશીથી થાય છે?” “જરાય નહિ.” તો પછી મિત્ર, એ કરવાની શી જરૂર ? ભાગી જતા કેમ
નથી ?”
શી રીતે ભાગું? તે મને પાછો પકડી જ લાવવાની.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org