________________
પ૬
લગ્ન લગ્નને દિવસે વહેલી સવારે ફલૅરન્સની ઈચ્છાથી વેટર તેને જ્યાં નાનકડા પલની કબર હતી ત્યાં લઈ ગયો.
પાછા ફરતાં ફર્લોરન્સ બેલી, “વહાલા વૅટર, તમારો આભાર માનું છું. હવે હું ખુશીથી દેશ છોડીને, તમારી સાથે દેશાવર આવી શકીશ.”
અને આપણે જ્યારે પાછાં ફરીશું, ત્યારે જરૂર આ કબર આગળ ફરીથી આવીશું.”
જ્યાં લગ્ન થવાનું હતું તે દેવળમાં સૌ ભેગાં થઈ ગયાં છે. કેપ્ટન, . કાકા-સોલ, અને મિસૂટ્સ. કાઈ વધૂ-સખી થનાર તો હતું નહિ, સિવાય કે સુસાન નિપરને ગણી લઈએ તે; અને કન્યાનો બાપ ન હતો – સિવાય કે કેપ્ટન કટલને ગણીએ તે.
લગ્નવિધિ પૂરો થતાં વર-વધૂ રજિસ્ટરમાં સહીઓ કરે છે. અને પછી દેવળ પાછું ખાલી થઈ જાય છે.
ચર્ચની બહાર ઘોડાગાડી તૈયાર રાખવામાં આવી છે. વર-વધૂ ત્યાંથી જ સીધાં ચાલ્યાં જવાનાં છે – ઘેર પાછાં નથી આવવાનાં. ફલૅરન્સ રડતી રડતી સુસાનને વળગી પડી છે. મિ. સૂટ્સની આંખે રાતીચોળ થઈ ગઈ છે. કેપ્ટન પિતાના નાકને મસળી રહ્યા છે. કાકા-સૌલે પિતાનાં ચશ્માં કપાળ ઉપરથી ઉતારી લીધાં છે અને આડું જોઈ લીધું છે.
સુસાન ડૂસકાં ભરતી અને રૂંધાતી પોતાની ફલેરન્સને છેડતી જ નથી. છેવટે મિ. ટ્રસ પાસે જઈ સુસાનને છોડાવીને પોતાની પાસે લે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org