Book Title: Dombi and Son
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Parivar Prakashan Sahakari Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 511
________________ ડાબી ઍન્ડ સન આવશે કે કેમ તેની કલ્પનાય ન રહેતાં, તેમના મનમાં ફરન્સ જ વળી વળીને ઘૂમવા લાગી. તેમને દુઃખ એટલું જ થતું હતું કે, ફલેરન્સ તેમના હતી અને તેમણે તેને અપનાવી રાખી હોત, તો ફર્લોરન્સ લાવી તેમનાથી આમ દૂર ન થાત ! તેમને પોતાનેય હવે આ ઘર છોડીને ચાલ્યા જવાનું હતું. જ્યાં જવું એની તો એમને કલ્પના જ ન હતી. પરંતુ ફૉરન્સને વિચાર આવ્યા પછી તેમણે વધુ એક રાત આ ઘરમાં ગાળવાનું નક્કી કર્યું –એ ઘરમાં ફરી ફરીને બને તેટલી ફલૅરન્સની યાદ તાજી કરવા માટે : અને મોડી રાતે તે પોતાના કમરામાંથી નીકળ્યા અને મીણબત્તી હાથમાં લઈને ઓરડે રડે, દાદરને પગથિયે, ફૉરસની નિશાનીઓ અને સ્મૃતિઓ વીણવા લાગ્યા. બધે તેમને તેમના પ્રેમની જંખના કરતું ફલેરન્સનું દયામણું મેં પોતાની સામે તાકી રહેલું દેખાવા લાગ્યું. થોડી વાર બાદ તેમને લાગવા માંડયું કે, હવે તે પાગલ થઈ જશે અથવા બેહોશ થઈ જશે. છેલ્લા દિવસનો છેલ્લા બનાવોને બધો ભાર હવે ફરન્સના દયામણું મેં રૂપે જ તેમની છાતી ઉપર ચડી બેસવા લાગ્યો. છેક સવાર થવા આવી, ત્યારે તે પિતાના કમરામાં પાછા આવ્યા. આજે જ આ મકાન ખાલી કરવાનો તેમને વિચાર હતો. પણ ફરીથી ફર્લોરન્સની સ્મૃતિઓ પોતાની જાત ઉપર વીંટી પોતાને આકરી સજા કરવા માટે જ તેમણે વધુ એક દિવસ રોકાઈ જવાનું નક્કી કર્યું. અને એ વધુ એક દિવસ પૂરે થાય, એટલે તે પાછો . દિવસ વધુ રોકાવાનો નિર્ણય કરતા. એક દિવસ ઉપર દિવસ પસાર થવા લાગ્યા. રોજ તે ભૂતની પેઠે ઉપરના ઓરડામાં ભમી ભમીને ફૉરન્સની સ્મૃતિઓ – તેના શબ્દો –હવામાંથી ભેગાં કરવા, કંજૂસની પેઠે મથ્યા કરતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542