________________
४७२
ડી ઍન્ડ સન ફલેરન્સના કહ્યા પ્રમાણે મિ. ડાબીએ ચપોચપ બહાર જવા માટે કપડાં પહેરી લીધાં; અને પછી જે ઓરડામાં તે આટલા લાંબા સમય સુધી ભરાઈ રહ્યા હતા, તે ઓરડા તરફ છેવટની એક નજર કરી લઈ તે ફૉરન્સની પાછળ આજ્ઞાંકિતપણે બહાર નીકળી ગયા.
બહાર એક ઘોડાગાડી ઊભી હતી. તેમાં બેસાડી ફલૅરન્સ મિ. ડોમ્બીને પોતાને ત્યાં લઈ ગઈ.
મિસ ટેક્સ અને પોલી હવે પિતાની છુપાઈ રહેવાની જગાએથી બહાર નીકળ્યાં; અને જે પાવનકારી દશ્ય તેમણે નિહાળ્યું હતું, તેથી પ્રભાવિત થઈ આંસુભરી આંખે મિ. ડેબીનાં કપડાં, પુસ્તકો વગેરે સરસામાન કાળજીપૂર્વક બાંધવા લાગ્યાં. સાંજના જ્યારે ફલોરસે એ બધું લઈ આવવા માણસ મોકલ્યું, ત્યારે તેમણે એ બધું તેના હાથમાં મૂકી દીધું.
છેવટના તેઓ એ ઘરમાં ચાનો છેલ્લો પ્યાલો સાથે પીવા
તે “ડોમ્બી એન્ડ સ” એ ખરી રીતે ભેંટર (પુત્રી) છે, પલી, ખરું ને ?”
“હા, અને બહુ સારી પુત્રી છે.”
“તારી વાત સાચી છે, બહેન; તું પહેલેથી તેની મિત્ર રહી છે. હું તો બહુ પછીથી તેની મિત્ર બની શકી. તું બહુ ભલી બાઈ છે, પોલી.”
પછી ખૂણામાં બેઠેલા રેબિનને સંબોધીને મિસ ટેસે કહ્યું,
“બિન, હમણું મેં જે કહ્યું તે તે સાંભળ્યું ને, કે તારી મા બહુ ભલી બાઈ છે ?”
“હા મિસ, ખરે જ તે બહુ ભલી બાઈ છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org