Book Title: Dombi and Son
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Parivar Prakashan Sahakari Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 516
________________ ૪થી સજા! સુખી થઈ છું – અને એ મને પરણ્યા તેમાં એમનો જરાય વાંક નથી; વાંક ગણે તો મારો જ છે – હું તેમને એટલા બધા ચાહતી હતી ––” ફલેરન્સ વચ્ચે મિ. ડોબીના મેં સામે નજર કરી લીધી અને પછી આગળ કહેવા માંડયું – મારું બાળક મને એટલું બધું વહાલું છે કે, તેને ખાતર હું મારા પ્રાણુ પણ કાઢી નાખ્યું. તે પણ તમને મારી પેઠે જ ચાહશે, અને તમારો આદર કરશે. અમે અમારા સંતાનને તમને ચાહવાનું અને તમારો આદર કરવાનું શીખવીશું. જ્યારે તે સમજણ થશે ત્યારે અમે તેને કહીશું કે, તમારે પણ એ નામને જ પુત્ર હતા, જે તમને ખૂબ વહાલે હતો:તે અત્યારે સ્વર્ગમાં છે, અને ત્યાં આપણે બધાં વખત થયે જઈશું ત્યારે તેને મળીશું. પણ પપા, વોટરનો કશે દેવ તમે મનમાં નહિ લાવો એની ખાતરી તરીકે મને અત્યારે જ ચુંબન કરે; એ મારા વહાલા પતિ છે, તથા મારા બાળકના પિતા છે – જે બાળકે તમારી પાસે દેડી આવવાનું મને શીખવ્યું તે બાળકના ! પપા, તે બાળકે જ મને તમારી પાસે પાછી મોકલી છે !” ફૉરન્સ આટલું બેલી ફરી ચેધાર આંસુએ રડવા લાગી. તે જ વખતે મિકૅમ્બીએ તેના હોઠ ઉપર ચુંબન કરીને ઊંચે આંખો કરી એટલું જ કહ્યું, “હે ભગવાન, મને ક્ષમા કરે; કારણ કે મને અત્યારે એની બહુ જરૂર છે.” આટલું બેલી તેમણે પોતાનું માથું પાછું ફરન્સના ખભા ઉપર જ ઢાળી દીધું અને પછી ફરન્સને પંપાળતા તે પોતે જ ડૂસકે ચડી ગયા. આખા ઘરમાં બીજો કશો જ અવાજ લાંબા વખત સુધી ન આવ્યો. તે બંને એક બીજાની બાથમાં ગૂંથાયેલાં રહ્યાં – જાણે બેમાંથી એકને કદી છૂટા પડવું નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542