________________
સજા!
૪૬૯ અને દિવસ ઉપર દિવસ જતા ગયા તેમ તેમ, ફૉરન્સની સ્મૃતિઓની ગાંઠ તેમના અંતર ઉપર એવી મજબૂત બેસવા લાગી કે, તેમને હવે એ ઘરમાંથી નીકળવાનું છે, એ વિચાર જ તે ભૂલી ગયા.
અને પછી તો આવી બધી સ્મૃતિઓમાં અટવાયેલી તેમની માનસિક સ્થિતિ ધીમે ધીમે સ્થળ-કાળનું ભાન જ ભૂલી ગઈ.
એ દીર્ધ જાગ્રત-સ્વમમાં અચાનક એક દિવસ તેમના કાને એક પરિચિત અવાજ પડ્યો – મોટે – ચિકારભર્યો – ભાવભર્યો – ભેદક !
પપા ! વહાલા પપા ! મને માફ કરો – ક્ષમા કરો ! ઘૂંટણિયે પડીને તમારી ક્ષમા માગવા પાછી આવી છું. તમારી ક્ષમા નહીં મળે ત્યાં સુધી હું કદી સુખી થઈ શકવાની નથી.”
મિ. ડોબીએ ઊંઘમાંથી જાગ્યા હોય તેમ એ શબ્દો ઉચ્ચારનાર સામે જોયું, તો પેલી કરુણ રાતે તેમની ક્ષમા માગતા દીન ચહેરે તેમની નજરે પડ્યો !
“વહાલા ૫૫, તમે આવી વિચિત્ર નજરે મારી સામે ન જોઈ રહેતા. તમને છોડીને જવાનો મને કદી વિચાર નહતો. જ્યારે હું ચાલી ગઈ ત્યારે માત્ર ડરની મારી ચાલી ગઈ હતી. પણ પપા, હવે મને પસ્તાવો થાય છે. મને મારી ભૂલ સમજાય છે. પપા હવે મને અળગી કાઠી ન મૂકશો, નહીં તો હું મરી જ જઈશ !”
મિ. ડોબી પોતાની ખુરશીમાં બેઠાં બેઠાં જ લથડિયું ખાઈ ગયા. પેલીએ તેમના હાથ પિતાના ગળાની આસપાસ વીંટાળી દીધા હતા; અને પોતાના હાથે તેણે તેમના ગળાની આસપાસ વીંટાળી દીધા હતા. પેલી તેમના ગાલ ઉપર ચુંબનો કર્યા જ કરતી હતી. તેમના ભીના ગાલ હવે તેણે પોતાના ગાલ ઉપર સીધા ગોઠવી દીધા.
અચાનક પોતે તેને શું કર્યા કર્યું હતું તે તેમને એક આંચકાની સાથે યાદ આવ્યું! તેની જે છાતી ઉપર તેમણે જોરથી પ્રહાર કર્યો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org