Book Title: Dombi and Son
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Parivar Prakashan Sahakari Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 509
________________ ૪૬૬ ડેએ ઍન્ડ સન જે દેવે તેમની ભક્તિનો સ્વીકાર કદી કર્યો નથી, એ દેવની સેવા તે કંઈ પણ શાબાશીની આશા અપેક્ષા વિના, કરવા માટે દોડી આવ્યાં હતાં. મેજર ઑગસ્ટક આ બધું પોતાના નેટિવ નોકર મારફત જાણવા પામે છે – અને આનંદના ડચકારા વગાડે છે. મિસ ટોસ જનમથી બેવકૂફ છે, એવી તેમને હવે દઢ પ્રતીતિ થઈ જાય છે. કારણ, ડોમ્બી જેવા ખાલી માણસ સાથે સંબંધ રાખવો હવે શા કામનો ! પણ મિ. ડોબી – બરબાદ થયેલા મિડોમ્બી પોતાનો સમય શી રીતે ગાળે છે ? આર્થિક રીતે તે પિતે બરબાદ થયા છે અને ફરીથી પગભર થવાની કશી આશા નથી, એ તે બરાબર જાણે છે. કૌટુંબિક રીતે એડિથના નાસી જવાથી પોતાના નામને જે ધઓ લાગ્યો છે, તે પણ ભૂંસી શકાય તેવું નથી, તે એ બરાબર જાણે છે. તેમને પ્રિય પુત્ર નાનપણમાં જ ગુજરી ગયો હોઈ, તેમને પૂરેપૂરા મોકળા મનને પ્રેમ સ્વીકારવા ફરી પાછો આવવાનો નથી, એ વાત પણ તે બરાબર જાણે છે. આ બધા વિચાર જ ફરી ફરીને તેમના મનમાં ચૂંટાયા કરે છે. પણ તેમને આ વળી કઈ નવી વસ્તુ યાદ આવી ? તેમની પાસે હૃગ એક વસ્તુ છે ! જોતાની કહી શકાય તેવી ! પ્રેમ કરી શકાય એવી ! બટકે, તેમના જ પ્રેમની સદંતર ભૂખી ! ફલેરન્સ ! એ ફરન્સ નાનપણથી તેમને જ જંખતી આવી હતી–તેમના પ્રેમને પિતાના પ્રેમને ! અને છતાં પોતે પિતા થઈને એ પ્રેમ તેને કદી ધર્યો નથી. અચાનક મિડ ડેખીને આ ભેંકાર ઘરમાં ફલેર સે બચપણમાં ઉચ્ચારેલા “પપ્પા ! પપ્પા !” એવા અવાજો સંભળાવા લાગે છે ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542