________________
૪૫
સજા! ઉપર ટકોરા પડ્યા. પલીએ બારણું ઉઘાડયું તો મિસ ટેક્સ! મિસ ટેકસની આંખો લાલચોળ હતી. મિ. ડોબીના ઘરના સમાચાર પિતાને મળ્યા કરે, તે માટે કેટલાય વખતથી તેમણે પેલીને ઘેર તેનાં છોકરાં મફત ભણાવવા જવાનું કબૂલ રાખ્યું હતું. અને તે પ્રમાણે આજે ભણાવવા ગયાં ત્યારે પેલીને અહીં રહેવા આવેલી જાણી, પોતે પણ ભણવવાનું કામ પતાવી અહીં દોડી આવ્યાં હતાં.
“પેલી, આ ઘરમાં બીજું કોઈ જ નથી શું ?” “બીજું કઈ જ નથી.” “તેમને તે જોયા ?”
“ના, ના; મને કહેવામાં આવ્યું હતું કે, કેટલાય દિવસથી તે તેમના કમરાની બહાર નીકળ્યા જ નથી.”
તે માંદા તો નથી ને ?”
ના, શરીરે તો માંદા નથી; પણ મનની બાબતમાં એમ ભાગ્યે કહી શકાય.”
ભલી મિસ ટેકસ પોલીને લાંબા વખત સુધી સોબત આપીને પછી પોતાને ત્યાં પાછી જવા નીકળી.
બીજે દિવસે સવારે પેલીને મળેલી સૂચના મુજબ, તે અમુક ચી તૈયાર કરીને મિ. ડોમ્બીના કમરાની બહારના કમરામાં ગુપચુપ મૂકી આવી. દોરી ખેંચીને કાઈ ઘંટ તો વગાડતું નથી કે બેલાવતું નથી. માત્ર કઈ વાર અંદરના ઓરડામાં મિ. ડોબી ફરતા હોવાનાં પગલાંનો અવાજ સંભળાય એટલું જ. અને સવારમાં એક વખત જોઈતી ચીજો મૂકી આવ્યાં, એટલે પછી બીજે દિવસે સવારે એટલી વસ્તુઓ મૂકી આવવાની ! આખો દિવસ પછી કંઈ જ નહિ કરવાનું –એ તરફ જવાનું પણ નહિ !
મિસ ટેક્સ બીજે દિવસે વહેલાં પાછાં આવ્યાં. મિ. ડેબી માટે તૈયાર કરાતી ચીજોમાં, પોતાની સાથે આણેલી સાધન-સામગ્રીમાંથી, પિતાને ઠીક લાગે તેવી સારી સારી વાનગીઓ તૈયાર કરીને તેમણે ઉમેરી. ડ.-૩૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org