________________
૪૬૪
ડી એન્ડ સન જાય, તો શું ખોટું? ખરે જ, મને વારંવાર એમ થયા કરે છે કે, આ બધાને અંત શે આવવાનો છે?”
મારે એ બધાંની શી પંચાત ? હું તે મારી પંચાત જાણું: અને તે એ કે, મેં અત્યારે જ ગાડી બોલાવી છે, અને તે આવે એટલે મારા સરસામાન સાથે અહીંથી ઊપડું છું.”
“પણ તમે મારા ભાઈને વાત તો કરી હશે ને ?”
જાણે તમારા ભાઈની સાથે વાત કરવી, એ રસ્તામાં પડયું હેય ને! પણ મેં તો કાલે તેમને પકડવા જ અને જણાવી દીધું કે, હું હવે અહીં નકામી પડી રહી શકતી નથી અને તમારે તમારા ચાલુ કામકાજ માટે મિસિસ રિચાર્ડઝને તેડાવવી હોય તો તેડાવે. તેમણે ગળામાંથી ઘેઘરે અવાજ કાઢીને કંઈક કહ્યું, અને તેનો અર્થ “હા” થત હશે. પણ એ તે કંઈ બેલવાની રીત છે ? મારાથી તો એ બધું ઘડીવાર સહન ન થઈ શકે !”
એ જ રાતના મિત્ર ટૂડલ રેલવેના પોતાના કામેથી ઘેર પાછા ફર્યા બાદ પોલીને અને તેના સામાનની એક પેટીને સાથે લઈને મિ ડોમ્બીને ત્યાં મૂકી ગયા. જતી વખતે તે આખા ઘરની ખાલીખમ ભેંકાર દશા જોઈને દુઃખી થતા કહેતા ગયા – “પૌલી, હવે હું ઈજિન ડ્રાઈવર બન્યો છું એટલે તારે કોઈને ઘેર કામ કરવા જવાની જરૂર નથી. ઉપરાંત, અહીં કોઈ બીજું માણસ પણ છે નહિ; એટલે રહેવાનું પણ શી રીતે ગમે ? પણ પલી, આપણે પાછલો ઉપકાર ભૂલી ન જઈ શકીએ. તે પણ આપણા આ જૂના શેઠને દુઃખમાં મદદ કરાય તે કરવી એ જ વિચારથી અહીં આવવા કબૂલ થઈ છે, એ હું જાણું છું. અને માણસે પોતાની ફરજ બજાવવામાંથી તે પાછું કદી ન પડવું જોઈએ, ખરું ને પોલી ? તો ગૂડ-નાઈટ ! ખુશી-આનંદમાં રહેજે, ડિયર !”
રાતના પૌલી, આખા ઘરમાં એકલી પોતાનું સામાન્ય કામકાજ પતાવવામાં વ્યસ્ત હતી, એટલામાં અચાનક તેના કમરાના બારણું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org