________________
४१२
ડી એન્ડ સન કેણુ બેલ્યુ એ, જરા મેં તો જોઉં !” મિસિસ પિપચિન સળગતી આંખે તેના તરફ જોઈને તડૂક્યાં.
“હા, મિસિસ પિપચિન, હું બેલી; તમારે શું કરી નાખવું છે, તે કહેશો ?”
તો, તું જેટલી વહેલી અહીંથી ટળે એટલું સારું, અને પછી પણ ભવિષ્યમાં તારું માં મારે કદી જોવાનું થાય નહિ તો વધુ સારું !”
તરત જ મિસિસ પિપચિને એક કોથળી કાઢી અને રસાઈયણનો એ દિવસ સુધીનો પગાર તથા એક મહિનાની નોટિસના પૈસા ગણું કાઢ્યા; અને તેની સહીવાળી પહોંચ પહેલી લીધા પછી પૈસા તેના હાથમાં મૂકી દીધા.
પછી તો મિસિસ પિપચિને એ પ્રમાણે બધા નોકરોના પૈસા ચૂકતે કરી દીધા; અને જણાવ્યું, “તમારામાંથી કોઈને અહીં રહેવું હોય, તો તે એકાદ અઠવાડિયું વધુ રોકાઈ શકે છે. ખાવાનું મળશે, અને બીજી સગવડે, જે અત્યાર સુધી ભોગવતાં આવ્યાં હો; પણ પેલી રસોઈયણ ડીમચી અત્યારથી જ છૂટી છે.”
પછી તો મકાનનું બધું ફરનિચર – રાચરચીલું વેચાવા માંડયું. અને બારણું બહાર એ સામાન ભરી જનાર ગાડીઓ–ગાડાં–હેલકરીઓની ભારે ધમાલ મચી રહી.
પછી તો એ ઘરને ઉંદરડાઓએ પણ ત્યજી દીધું. • મિસિસ પિપચિને આ ઘરમાંથી હરાજીમાં એક મોટી આરામ
ખુરશી ખરીદી લીધી હતી. પણ તે હવે આ ઘરમાંથી ચાલી નીકળવાની તૈયારીમાં હતાં, એવામાં મિસિસ ચિક અચાનક ત્યાં આવી પહોંચ્યાં.
ભાઈને કેમ છે, મિસિસ પિપચિન ?”
“હું શું જાણું? કોઈ દિવસ તે કોઈની સાથે બેલે કરે ત્યારે ને? તેમના કમરાની બહારના ઓરડામાં તેમનું ખાવાપીવાનું મુકાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org