________________
પ૮ સજા !
૨ ડાબીનું પવન અને પાણી સામે અડીખમ ઊભું રહેનારું ધરખમ મકાન હજુ પણ તે છે; પરંતુ અંદરથી તે એક જ બદલાઈ ગયું છે.
નોકર વગેરે શરૂઆતમાં તો આસપાસથી આવતી ભાતભાતની અફવાઓ સાંભળી ગૂંચવાયા અને રસોડામાં અવારનવાર ભેગા થઈ અનેક ચર્ચાઓ અને ચિંતા કરવા લાગ્યા. ધીમે ધીમે તેઓની મુખ્ય ચિંતા હવે એટલી જ વાતમાં કેન્દ્રિત થઈ કે, ચડેલે પગાર મળશે કે નહિ ?
ઘેડા દિવસ બાદ તો બહારના વિચિત્ર લોકે ઘરમાં આવવા લાગ્યા એવા લોકો કે જે આ ઘરમાં કદી પ્રવેશ કરી શકે નહીં. આ લોકો ભારે ધમાલ અને ધાંધલ કરતા આવીને ઘરની બધી વસ્તુઓ ખસેડીને – ઉલટાવીને – ફૉસીને તપાસવા લાગ્યા.
અચાનક એક દિવસ બધા નોકરોને મિસિસ પિપચિનના ઓરડામાં તેડું આવ્યું. તેણે સૌને એકઠા કરી ભાષણ સંભળાવ્યું : “તમારા શેઠ મુશ્કેલીમાં આવી પડ્યા છે. તમે બધા એ અંગે બધું. જાણો છો એની મને ખાતરી છે, તથા તમે સૌ પોતપોતાની ગોઠવણ પણ પિતપોતાની મેળે વિચારી રહ્યા છે, એની પણ.”
રસોઈયણ વચ્ચે તણે અવાજે બોલી ઊઠી, – “ તમે પોતે તમારે માટે કરતાં હશે કે કરી હશે તેથી વિશેષ કંઈ નહિ, મેડમ ! ”
૪૬૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org