________________
- લે થઈ મને હા રાજકારણ અને
ડેબી ઍન્ડ સન આ વલે થઈ, બાકી, મારી આ મીઠડી પણ પેલીની દીકરી જેટલી જ અભિમાની અને રૂઆબદાર હતી.
ઍલિસે હવે હેરિટનો હાથ પોતાના હાથમાં લઈને કહ્યું, આ વાત તમારી જાણ ઉપર લાવવાનું મેં એટલા માટે જ ઇરછયું હતું કે, હું આવી નઠેર શા માટે થઈ ગઈ તેનું કારણ તમારા સમજવામાં આવે. મને જીવનભર ઘણાં ઘણાંએ મારી ફરજ – મારું કર્તવ્ય, ઇત્યાદિ માટે ઉપદેશ આપ્યો છે અને ટકી છે. પણ છેક છેવટ સુધી હું એમ જ માનતી રહી છું કે, મારા પ્રત્યે કાણે પોતાની ફરજ અદા કરી છે ? મને એટલું જ સમજાયું છે કે, જ્યારે સ્ત્રીઓને
ખરાબ ઘર અને ખરાબ મા મળી હોય છે, ત્યારે તેઓ સહેજે ખરાબ રસ્તે જ વળે છે. પણ હું મારી માને દેવ અત્યારે કાઢવા માગતી નથી. તમે તેને જરૂર ક્ષમા આપજે અને બની શકે તે તેને છેલ્લા દિવસોમાં વિસારી ન મૂકતાં. તમે તેની સંભાળ રાખશે ને ? તે બિચારીએ પણ ઘણું ઘણું સહન કર્યું છે- બીજાઓએ તેના પ્રત્યે પોતાની ફરજ અદા ન કરી તે માટે. પણ ના, અત્યારે હવે તમે છેવટના પરમાત્માને મારે માટે પ્રાર્થના કરો; તમારી પ્રાર્થના તે જરૂર સાંભળશે, અને મને ક્ષમા આપશે.”
હેરિયેટે ચેડાંક સ્તવને ગાયાં અને ધર્મગ્રન્થને થડે પાઠ તેને સંભળાવ્યો. પછી બીજે દિવસે સવારે આવવાનું કહી તે ઊઠવા ગઈ ત્યારે તેને ખબર પડી કે, ઍલિસ તેના તરફ જોતી જોતી જ આ જગતમાંથી કાયમની વિદાય થઈ ગઈ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org