________________
૪૫૯
ડે ઓ ઍન્ડ સન એલિસે પૂછ્યું, “બહેન, તે દિવસે મેં શું ક્યું હતું તે કહેવા હું તમારી પાસે આવી હતી, અને તમે જણાવ્યું હતું કે હવે એટલે દૂર માણસ દોડાવ અને વખતસર ખબર પહોંચાડવી અશક્ય છે – એ બધી વાતને કેટલો વખત થયે, વારું?”
“એક વરસ કરતાંય વધુ વખત થઈ ગયો, બહેન.”
“અને મને સારવાર માટે અહીં લાવ્યું પણ મહિનાઓ થઈ ગયા, નહીં ?
“હા.”
માત્ર તમારી માયાળુતા અને સદ્ભાવને જોરે જ તમે મને અહીં લાવી શક્યાં અને – અને મને ફરીથી માણસ બનાવી શકયાં. નહીં તો હું એવી ને એવી જ નઠેર - ઠેર રહી હોત, બહેન.”
હેરિયેટે તેના શરીર ઉપર હાથ પસવારી, તેને શાંતિ અને આશ્વાસન આપવા પ્રયત્ન કર્યો.
એલિસે પિતાનું મોં બે પંજ વડે દબાવી દઈ પાસેના ઓરડામાંથી પોતાની માને બોલાવવા જણાવ્યું. ડેસી આવી એટલે એલિસે તેને કહ્યું, “મા હવે પેલી વાત આમને અત્યારે જ કહી દે.”
“અત્યારે જ, મારી ફૂટડી ?”
હા; આવતી કાલે તો કદાચ મા, બહુ મોડું થઈ ગયું હશે.”
“ના મારી મીઠડી, તું હજુ જીવવાની છે – અને પેલી બધી સુંદર કહેવરાવતીઓને શરમાવે એવી ફરીથી થવાની છે.”
મા, હવે મને તારા પ્રત્યે પણ કશે અણગમે કે ગુસ્સો નથી રહ્યો. જે સ્થિતિમાં તું મુકાઈ હતી, તે સ્થિતિમાં તારાથી બીજું થઈ પણ શું શકત? ગમે તે સ્થિતિમાં પણ અમુક રીતે અડગ રહેવા જે મનોબળ જોઈએ, તે તો મારાં આવાં મોટીબહેન હરિયેટ જેવાંમાં હોય; દરેક જણમાં નહિ!” એમ કહી એલિસે હેરિયેટ સામે આંગળી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org